જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

09-06-2018 શનિવાર

માસ: જેઠ (અધિક)

પક્ષ: વદ

તિથિ: દશમ

નક્ષત્ર: રેવતી

યોગ: સૌભાગ્ય

રાશિઃ મીન (દ,ચ,ઝ,ઠ)

મેષ :- (અ.લ.ઇ)

વ્યવસાયમાં નવી તકો મળશે.
મીત્રોનાં કામકાજમા સાવધાની રાખવી.
કોઇપણ જાતનાં માનસિક તનાવથી દુર રહેવું.
ઘરેલુ કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ)

સાથી કર્મચારીથી પરેશાની રહેશે.
સંપતિને લગતા કામનો ઉકોલ આવશે.
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.

મિથુન :- (ક.છ.ઘ)

સ્વભાવને સરળ બનાવો.
મિત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
જુના સબંધોથી લાભ થશે.

કર્ક :- (ડ.હ)

કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
ધંધામાં નવી તકો મળશે.
નોકરી માટે નવી તકો મળશે.
કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સંપતિને લગતા કાર્યોમા સહયોગ મળશે.

સિંહ :- (મ.ટ)

સામાજીક પ્રસંગોમાં હાજરી આપવી પડે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.
મીત્રો સાથે મતભેદ રહેશે.
નોકરીની નવી તકો મળી શકે પરંતુ સમજી વિચારીને નિર્ણય કરવો.

કન્યા (પ.ઠ.ણ)


કોઇ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે.

તુલા (ર.ત)


વ્યવસાયમાં નવી તકો મળશે.
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
માન સન્માન મળશે.
જુના મિત્રોથી મુલાકાત થશે અને આનંદ મળશે.

વૃશ્ચિક (ન.ય)


સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને.
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
સ્વાસ્થ્યમાં કાળજી રાખશો
પ્રિયજનનો શુધ્ધ પ્રેમ મેળવો.

ધન (ભ.ધ.ફ.ઢ)


પીતરાઇ ભાઇ ભાંડુ સાથે મતભેદ થશે.
સમય આપને અનુકૂળ બનશે.
આપે કરેલા કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી
જુના મીત્રોથી લાભ થાય અને તેની પાછળ ખર્ચાઓ પણ થાય.

મકર (ખ.જ)


જૂની વાતોને ભુલી આગળ વધો.
મિત્રોની મધ્યસ્થિમાં સાવધાની રાખવી
જીવનસાથીની ભાવનાને સમજો.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.
પોતાના અને પારકા વચ્ચેનો ભેદ સમજી આવડતનો ઉપયોગ કરો.

કુંભ (ગ.શ.સ.ષ)


સાવધાની રાખશો તો જ કામમા સફળતા મળશે.
પોતાનાં મનની વાત ગુપ્ત રાખવી.
સમાજમાં વિરોધીઓનો સામનો કરવો પડશે.
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.

મીન (દ.ચ.ઝ.થ)


દિવસની શરૂઆત કંટાળાજનક રહેશે
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાના દ્વારા નુકશાન થશે.
કામનું બંધન રહેશે.

You might also like