કોહલી અને કુંબલે પર ઓસ્ટ્રેલિયન અખબારે મારપીટનો લગાવ્યો આરોપ

મેલબોર્ન: ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં સ્મિથ સાથેનો ડીઆરએસનો વિવાદ ચાલુ છે. ત્યારે અખબાર ‘ધ ડેલી’એ આ મામલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના કોચ અનિલ કુંબલે પર અવ્યવહારીક વર્તાવનો આરોપ લગાવ્યો છે. ઓસિ. ની ટીમ પર એક ગેટોરેડ બોટલ ફેંકવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે એક અધિકારીને આ બોટલથી ઇજા થઇ હતી.

ભારતીય ટીમના કોચ અનિલ કુંબલે પર બીજી ઇનિંગમાં વિરાટ કોહલીને વિવાદાસ્પદ નિર્ણયને કારણે આઉટ આપવા મામલે અનિલ કુંબલે અમ્પાયરના રૂમ સુધી પહોંચી ખુલાસો માંગ્યો હતો.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે, સ્મિથના ડીઆરએસ મામલા બાદથી ભારતીય ટીમનું વલણ બદલાયેલુ છે. કુંબલે મેચ રેફરી સામે જાણી જોઇ આ મામલાને લઇ રોષ જતાવી રહ્યો છે અને મામલાને ચર્ચામાં લાવી રહ્યો છે.

You might also like