‌ચીપિયો ગળી ગયેલા અજગર પર સર્જરી કરાઈ

ઓસ્ટ્રેલિયાના એડીલેઇડમાં રહેતી એરોન રાઉસ નામની વ્યક્તિ પોતાના પાળેલા અજગરને ચીપિયાથી ઉંંદર ખવડાવી રહી હતી ત્યારે અજગરે ઉંંદરની સાથે ચીપિયો પણ પકડી લીધો. એરોને ઘણી ટ્રાય કરી ચીપિયો છોડાવવાની કોશિશ કરી, પણ અજગર એટલો જોશમાં હતો કે તેણે ધરાર આખેઆખો ચીપિયો પેટમાં પધરાવી દીધો. ખાસ્સે ઊંડે ગળી ગયા પછી તેની આકળવિકળ વધી ગઇ. પાછો ચીપિયો ઓકી શકાય એમ નહોતો એટલે અજગર છટપટવા લાગ્યો. માલિક એરોન તેને પ્રાણીઓના ડૉક્ટર પાસે લઇ ગયો ત્યારે પહેલાં તો ડૉક્ટર પણ એરોનની વાત માનવા તૈયાર નહોતા, પણ એક્સ-રે કાઢતાં હકીકત સ્પષ્ટ થઇ ગઇ. ગયા અઠવાડિયે ડાૅક્ટરે સર્જરી કરીને ચીપિયો કાઢયો..

You might also like