૭ કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થી માટે અાદર્શ : અહેવાલ

અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં અાવેલા અભ્યાસમાં જણાવવામાં અાવ્યું છે કે જે વિદ્યાર્થીઅો સાત કલાકની ઊંઘ માણી રહ્યા છે તે વિદ્યાર્થીઅો અભ્યાસમાં વધુ યોગ્ય પરિણામ મેળવી રહ્યા છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઅોને સાત કલાકની ઊંઘ સારા પરિણામમાં મદદરૂપ થાય છે. ફેડરલ માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઅોને નવ કલાક ઊંઘવાની ભલામણ કરવામાં અાવી છે પરંતુ અા અભ્યાસમાં જણાવવામાં અાવ્યું છે કે સાત કલાકની ઊંઘ વિદ્યાર્થીઅોને સારા પરિણામ મેળવવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં સામેલ અધિકારી ઇરીક અાઈડે કહ્યું છે કે અમે અોછી ઊંઘ અંગે વાત કરી રહ્યા નથી પરંતુ ડેટા જણાવે છે કે સાત કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઅો માટે અાદર્શ છે. સાત કલાકની ઊંઘ હાઈસ્કૂલના વિદ્યાર્થીઅોને પરીક્ષામાં સારા પરિણામમાં મદદરૂપ બની શકે છે. અાઈડ અને બિ્રગહામ યગ યુનિવર્સિટીના ઇકોનોમીક પ્રોફેશર મર્ાક સોવાલટર દ્વારા કરવામાં અાવેલા નવા અભ્યાસમાં જણાવવામાં અાવ્યું છે કે પરીક્ષાના ગાળામાં પણ અાટલી ઊંઘ પુરતી રહે છે. અારોગ્ય અને શિક્ષણ ઉપર તેની અસરની ચર્ચા પણ કરવામાં અાવી હતી. આશ્ચર્યજનક રીતે ર્વતમાન ફેડરલ માર્ગદર્શિકામાં જણાવવામાં અાવ્યું હતું કે જ્યાં સુધી ઊંઘથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઅોઅે ઊંઘ લેવી જાેઈઅે. પરંતુ અા પ્રકારના તારણોથી તમામને આશ્ચર્ય થયું હતું. ૧૭૨૪ પ્રાઈમરી અને સેકેન્ડરી વિદ્યાર્થીઅોના સેમ્પલ લીધા બાદ અાંકડા જાહેર કરવામાં અાવ્યા હતા. જેમાં જણાવવામાં અાવ્યું છે કે ઊંઘની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. ઊંઘની પરીક્ષામાં સ્કોર ઉપર અસરના કદ અંગે વાત કરવામાં અાવી નથી.

You might also like