૭૭ મર્ડર કરનાર વ્યક્તિને સ્વિડિસ યુવતી દિલ દઈ બેઠી  

પોતાને વિક્ટોરિયા તરીકે ઓળખાવતી એક સ્વિડિસ યુવતીની ઉંમર ૨૦ વર્ષ છે, તેણે જાહેર કર્યું છે કે ૭૭ લોકોને મોતને ઘાટ ઉતારનાર માસ-મર્ડરર સાથે તેને પ્રેમ થઈ ગયો છે. નોર્વેનો એન્ડર્સ બ્રેવિક ૨૧ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. યુવતી અા મર્ડરરને દર અઠવાડિયે એક પત્ર લખે છે અને ગિફ્ટ પણ મોકલે છે. વિક્ટોરિયા અત્યાર સુધીમાં અા મર્ડરરને ૧૫૦ પત્ર લખી ચુકી છે. જે પુરુષને તેણે કદી જોયો નથી તેના માટે તેને અાવો અઢળક પ્રેમ કેવી રીતે થયો તે નવાઈની વાત છે. નવાઈની વાત છે કે એન્ડર્સ બ્રેવિકની અા પહેલા પણ ઘણી છોકરીઓ દિવાની હતી. દર વર્ષે તેને ૮૦૦ પત્ર મળે છે તેના ફિમેલ ફેન્સની સંખ્યા પણ ખૂબ વધુ છે.

You might also like