૬૩મા જન્મદિને પુતિન આઇસ હોકી રમ્યા ને સાત ગોલ કર્યા

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાનો ૬૩મો જન્મદિવસ નેશનલ હોકી લીગના સ્ટાર સાથે આઇસ હોકી રમતાં મનાવ્યો હતો. તેણે એનએચએલની ટીમ સાથે પોતાના રશિયન અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ રમતાં શાનદાર પ્રદર્શન કર્યું. પુતિને સાત ગોલ કર્યા. પુતિનની ટીમમાં એનએચએલના સ્ટાર ખેલાડી વ્યાચેસ્લવ ફેટિસોવ, શોઇગૂ અને પુતિનના કેટલાક નજીકના મિત્રો પણ હતા. પુતિનને રમતના અંતે જીતની ટ્રોફી અને રશિયામાં હોકીની રમતમાં તેમના યોગદાન માટે મેડલ પણ એનાયત કરવામાં આવ્યો. બપોર બાદ શોઇગુએ પુતિનને રશિયા એરફોર્મ દ્વારા સિરિયામાં ચલાવાઈ રહેલા ઓપરેશન અંગે જણાવવામાં આવ્યું. રશિયન ટેલિવિઝન પર રાતના અંધારામાં ચમકતી રશિયન ક્રૂઝ મિસાઇલ બતાવાઈ રહી હતી, જ્યારે બીજી તરફ ટીવી પર પુતિનની સોચીના શાયબા આઇસ સ્ટેડિયમમાં હોકી રમતા પુતિનની તસવીરો દેખાડાઈ રહી હતી.ઉલ્લેખનીય છે કે પુતિને પોતાનો ગત જન્મદિન સાઇબેરિયાના જંગલ વિસ્તારમાં મનાવ્યો હતો. મોસ્કોમાં પુતિનની સોશિયલ મીડિયા ફેન ક્લબે પુતિનની અસલ અને કાલ્પનિક તસવીરોનું એક પ્રદર્શન આયોજિત કર્યું, જેમાં ગુવેરા, ફાધર ક્રિસમસ અને જુપિટર અને બુદ્ધની તસવીરો પણ હતી.  ચેચેન્યાની રાજધાની ગ્રોજ્નીમાં લશ્કરના નિવૃત્ત જવાનોએ પુતિનના જન્મદિવસ નિમિત્તે એક ફૂટબોલ મેચનું આયોજન કર્યું હતું. આયોજકોએ ફૂટબોલ મેદાનને એક વિશાળ હોર્ડિંગથી ઢાંકી દીધું હતું, જેના પર લખ્યું હતું, ‘હેપી બર્થ ડે પુતિન, તમે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ છો.’
You might also like