૪ લાખ કમાતા લોકો પણ હવે આઇ-ટીના રડારમાં

નવી દિલ્હી : કરપાત્ર આવક સાથે દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય શહેરોમાં રહેતાં લોકો ઉપરાંત વાર્ષિક ચાર લાખ રૃપિયાની આવક ધરાવતાં અને વેરો નહીં ચૂકવતાં લોકો આવક વેરા વિભાગના રડારમાં છે. વિભાગે આ નાણાકીય વર્ષમાં એક કરોડ નવા કરદાતાઓને સામેલ કરવાની તેની મહત્વાકાંક્ષી ઝુંબેશ હાથ ધરી છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ(સીબીડિટી)ના વડા અનિતા કપૂરે જણાવ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે કરપાત્ર આવક ધરાવતાં લોકો આઈટી રિટન્ર્સ તો ભરવાની શરૃઆત કરે. મોટી સંખ્યામાં લોકો કરવેરા પેટે નાનીનાની રકમની ચૂકવણી કરે તો પણ તે એક સાનુકૂળ બાબત છે અને હાલમાં તે અમારા કરવેરાના ટારગેટની નજીક લઈ જઈ શકે છે.

અમને એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રિટન્ર્સ નહિ ભરતાં લોકો વાર્ષિક આશરે રૃા. ચાર લાખ સુધીની આવક ધરાવનારાઓ છે. તેઓ રિટન્ર્સ ભરનારાની યાદીમાંથી ગુમ છે.’ તેમણે કહ્યું કે ‘એ પછી એવા પણ લોકો છે કે જેઓ રિટન્ર્સ ફાઇલ તો કરે છે પરંતુ તેમની આવક ઓછી દર્શાવે છે. તેમના માટે અમારો અભિગમ અલગ છે,પરંતુ હાલમાં અમે ઓછી પરંતુ કરપાત્ર આવક ધરાવતાં બે સ્તરીય અને ત્રિસ્તરીય શહેરોમાં રહેતાં નાના કરદાતાઓ અંગે વાત કરી રહ્યા છીએ.

You might also like