૪૨૭ અબજના ખર્ચે દુબઈમાં વિશ્વનું સૌથી ઊંચું રહેણાક બિ‌લ્ડિંગ બનશે

દુબઈઃ દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પહેલાંથી જ હાજર છે, જોકે દુબઈને કદાચ તેનાથી સંતોષ નથી. હવે દુબઈ પોતાનો જ અા રેકોર્ડ તોડવા માટે દુબઈ વન નામનું નવું ટાવર બનાવશે. દુબઈમાં મેડાન-વન નામનું ૪૨૭ અબજ રૂપિયાનું બજેટ ધરાવતું વિશાળ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, જેમાં ૭૮ હજાર લોકો રહી શકશે. અા ટાવર ૭૧૧ ફૂટ ઊંચું હશે. તે બુર્જ ખલીફા કરતાં થોડોક નીચું છે, પરંતુ રહેણાક ઇમારત તરીકે તે વિશ્વનું સૌથી પહેલું ટાવર હશે. અા સમગ્ર કોમ્પ્લેક્સમાં ૩૫૦ રૂમની લક્ઝુરિયસ હોટલ, ૩૦૦ મીટરનો સ્પેશિયલ બીચ, ૨૫ હજાર સ્ક્વેર મીટરનું ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર, ૮૮૫ ફ્લેટ, વિશાળ શો‌િપંગ સેન્ટર, ડા‌િન્સંગ ફાઉન્ટન, ઇન્ડોર સ્કી રિસોર્ટ જેવી સગવડો હશે. તેના શો‌િપંગ સેન્ટરમાં ૩૦૦થી વધારે રેસ્ટોરાં હશે.

You might also like