૨.૫૨ લાખ રૂપિયાનાં બાઇનોક્યુલર્સ

લંડનઃ સામાન્ય રીતે લક્ઝુરિયસ કે બ્રાન્ડેડ વસ્તુઅો પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, પરંતુ ઇટાલીની એક કંપની ઝગાર્તોઅે લક્ઝરી બાઇનોક્લુલર્સ તૈયાર કર્યાં છે. બહારથી એલ્યુમિનિયમ બોડી ધરાવતાં અા બાઇનોક્યુલર્સ અેક અાઈફોન જેટલી સાઈઝ માંડ ધરાવે છે, પરંતુ સ્પેશિયલ અે‌િડશન તરીકે બહાર પડતાં હોવાથી તેની કિંમત ૨.૫૨ લાખ રૂપિયા રાખવામાં અાવી છે. જે લોકો ફેરારી જેવી મોંઘી કારમાં બેસીને ક્રિકેટ મેચ જોવા જાય તો ત્યાં તે ખેલાડીઅોના ફેસને અત્યંત નજીકથી જોવા માટે અા બાઇનોક્યુલર્સનો ઉપયોગ કરી શકે છે. ઝગાર્તો કંપની ફેરારી, અેસ્ટન માર્ટીન, લેમ્બોર્ગિની જેવી ગાડીઅો પર પોતે તૈયાર કરેલી ડિઝાઈનના વાઘા પહેરાવતી હોય છે.

You might also like