૨૭ માર્ચે શહેરમાં રજૂ થશે બે નાટક

‘ભારતીય સાંસ્કૃતિક વિનિમય મંચ’, ગુજરાતમાં ૭૫ વર્ષથી સક્રિય-સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઅોએ એક મંચ હેઠળ સંગઠિત થઈ અા સંસ્થાની સ્થાપના કરી છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, અોરિસા, અાંધ્રપ્રદેશ, પંજાબ, કેરાલા તથા તામિલ વગેરે રાજ્યની ભાષાઅોનાં વિવિધ સંગઠન પ્રથમ વાર એક મંચ પર એકત્રિત થયાં છે. અા નાટક શહેરના ટાઉનહોલમાં રાત્રે ૮.૩૦થી રજૂ થશે, જેમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક સોનેરી પ્રકરણો ઉમેરવાના ધ્યેય સાથે સૌપ્રથમ કાર્યક્રમના ભાગરૂપે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી દ્વારા રાષ્ટ્રીય નાટ્યકૃતિઅોને અમદાવાદના અાંગણે મંચિત કરવાનું અાયોજન કરવામાં અાવ્યું છે.

You might also like