૨૭મીનો પૂનમનો ચંદ્ર ૧૪ ટકા મોટો, ૩૦ ટકા વધુ પ્રકાશિત દેખાશે

અમદાવાદઃ ભારતમાં વર્ષ ૨૦૧૫માં દેખાનારું બીજું ચંદ્રગ્રહણ તેના ૩૦ વર્ષ પહેલાંના ઇતિહાસનું પુનરાવર્તન કરશે. પૂરાં ૩૦ વર્ષ પછી ૨૭મીએે પૂનમનો ચંદ્ર ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશિત દેખાશે.

ચંદ્ર ઘણી વખત પૃથ્વીની નજીક આવે છે. ક્યારેક તેની પરિધિ પૃથ્વીની નજીક હશે ત્યારે તે વર્ષનો સૌથી નજીકનો સમય હશે. એવા સમયે ચંદ્ર પૃથ્વીની તેના સામાન્ય અંતરથી ૩૧,૦૦૦ માઇલ નજીક હોવાનું ગણવામાં આવે છે, જેને સુપર મૂન ગ્રહણ કહેવાય છે.

૩૦ વર્ષ પછી આ સ્થિતિ ફરી ૨૭મીએ બની રહી છે. દુનિયાના દરેક લોકો આ વિલક્ષણ ચંદ્ર ગ્રહણ ૨૭મીએ નિહાળી શકશે. પૃથ્વીની છાયા જોકે ચંદ્રના પ્રકાશને થોડી ઝાંખી પાડશે. ભારતીય સમય પ્રમાણે ૨૮મીએ સવારે ૫.૪૧ કલાકે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે. એ સમયે ચંદ્ર ખૂબ મોટો દેખાશે. એક કલાક માટે ચંદ્રને મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશિત જોઈ શકાશે, જેની અવધિ એક કલાક અને ૨૨ મિનિટ ગણવામાં આવે છે. આ ગ્રહણ ભારત સહિત ઉત્તર-દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયામાં દેખાશે.

You might also like