૨૦૨૨ સુધીમાં ૪૫૦૦ કરોડના ખર્ચે ભારત બનાવશે ૭૦ સુપરકમ્પ્યૂટર્સ  

હાઈ લેવલની રિસર્ચના ભાગરૂપે ભારત સરકાર સિત્તેર જેટલાં સુપરકમ્પ્યુટર્સ વિકસાવવાનું પ્લાનિંગ કરી રહી છે. અા કમ્પ્યુટરો વિકસાવવા માટે થનારા ૪૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચને કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ પાસેથી અપ્રૂવલ પમ મળી ગઈ છે. અા સમગ્ર પ્રોજેક્ટ ખુદ નરેન્દ્ર મોદીની દેખરેખ હેઠળ અાગળ વધી રહ્યો છે. અા તમામ કમ્પ્યુટરો એકબીજા સાથે કનેક્ટેડ રહેશે. ભારત પાસે અત્યારે કુલ નવ જ સુપરકમ્પ્યુટર્સ છે. સુપરકમ્પ્યુટર્સની બાબતમાં ભારતનો ક્રમ છેક ૭૪મો છે. પહેલા નંબરે ચીન અાવે છે. નવાં બનનારાં અા સુપરકમ્પ્યુટર્સ ડિફેન્સ, બાયોલોજી, ક્લાઈમેટ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અાગળ ‍વધવા માટે જરૂરી હોઈ લેવલના પ્રોસેસિંગની જરૂરિયાતને પહોંચી વળશે. 
 

You might also like