૨,૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેનો નિર્ણય

અમદાવાદ : રાજયની પ્રાથમિક શાળાઓમાં જોવા મળી રહેલ શિક્ષકોની અછતનાં કારણે હવે રાજય સરકાર દ્વારા નવા   વિદ્યાસહાયકોની ભરતી  કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના ભરતી કેલેન્ડર  મુજબ ટેટ-૨ ઉમેદવારો માટે ભરતી  પ્રક્રિયા હત્ય ધરાશે જે માટે જિલ્લા પ્રમાણે શિક્ષકોની જરૂરતી યાદી  અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરણ-૮ને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સમાવ્યા બાદ શિક્ષકોની ભારે અછત જોવા મળી રહી છે.

જેનાં પગલે  રાજય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર નવા વિદ્યાસહાયકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં  આવ્યો છે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ  અધીકારીઓએ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ખાતે હાજર રહીને માંગણીપત્રક  સોપવાના  રહેશે દરેક જિલ્લામંત્રી માંગણીપત્રક આવ્યા બાદ ભરતી પ્રક્રિયા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે આ ભરત પ્રક્રિયામાં  ટેટ-૨ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો જ  ભાગ લઈ શકશે.

 શિક્ષણ  વિભાગનાં સુત્રોનાં  જણાવ્યા મુજબ શિક્ષણ મહેકમનાં આધારે ઉચ્ચ  પ્રાથમિક  શિક્ષણ વિભાગ (ધોરણ ૬થી ૮)ગુજરાતી  માધ્યમ માટે આ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે છે. આ માટે દરેક  જિલ્લાઓએ તેમની ખાલી જગ્યાઓ અંગેની વિગતો  મોકલી છે.  જેથી જિલ્લા પ્રમાણે માગણીપત્રકો તૈયાર કરીને  ૭ ઓક્ટોબરના રોજ રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના કાર્યાલયમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે. 

ઉલ્લેખનીય છેકે, રાજયમાં  વિવિધ પ્રાથમિક   શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની અછતની ફરીયાદો ઉઠી રહી  છે. આ  અંગે વિવિધ જિલ્લા પ્રાથમિક  શિક્ષણ સમિતિઓ દ્વારા  રજુઆત પણ કરવામાં આવતી હતી.બીજી બાજુ  વિદ્યાસહાયકોની ભરતી ૧ થતા ટેટ-૨ની પરીક્ષા  પાસ કરેલ  ઉમેદવારોમાં પણ નારાજગી  જોવા મળતી હતી. ત્યારે રાજય સરકારનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ભરત હાથ ધરાતા તમામને હાશકારો થયો છે.

You might also like