૧૬ વર્ષના ભારતીય મૂળના યુવાને બનાવ્યું ગૂગલ કરતાંય ફાસ્ટ સર્ચ એન્જિન

ટોરેન્ટોઃ કેનેડામાં રહેતા ભારતીય મૂળના ૧૬ વર્ષના અનમોલ ટુકરેલ નામના ટીનેજરે એક પ્રાઈવેટ સર્ચ એન્જિન બનાવ્યું છે. તેનો દાવો છે કે અા સર્ચ અેન્જિન ગૂગલ કરતાં ૪૭ ટકા વધુ ચોકસાઈભર્યું છે. અનમોલે અા સર્ચ એન્જિન તેની હાઈસ્કૂલના પ્રોજેક્ટના ભાગરૂપે બનાવ્યું હતું. અા પ્રોજેક્ટ તેણે ગૂગલ સાયન્સ ફેરમાં પણ મોકલ્યો છે.

બેંગલુરુની હાઈસ્ક્રીન લેબ નામની અેડટેક કંપનીમાં ઇન્ટર્નશિપ કરતી વખતે અનમોલને અાવું સર્ચ એન્જિન બનાવવાનો વિચાર અાવ્યો હતો. તેણે ગૂગલના પર્સનલાઈઝ્ડ સર્ચ એન્જિનના અાઈડિયાને એક સ્ટેપ વધુ સારો બનાવ્યો છે. મોટાભાગનાં સર્ચ એન્જિન યુઝરનું લોકેશન અને બ્રાઉઝિંગ હિસ્ટરીને ધ્યાનમાં રાખીને રિઝલ્ટ બતાવે છે, પણ અણમોલે તૈયાર કરેલું સર્ચ અેન્જિન યુઝરની પર્સનાલિટીનું મેપિંગ કરીને રિઝલ્ટ અાપે છે.

You might also like