૧૨૫ રૂપિયાનો સિક્કો રજૂ કરીને અાંબેડકરને શ્રદ્ધાંજલિ અપાશે

નવી દિલ્હીઃ બંધારણના નિર્માતા ભીમરાવ અાંબેડકરની ૧૫૦મી જયંતી પર કેન્દ્ર સરકાર ૧૨૫ રૂપિયાનો સિક્કો રજૂ કરવાનું વિચારી રહી છે. અા સિક્કો રજૂ કરીને સરકાર પોતાની રીતે સમાજ સુધારક અાંબેડકરને શ્રદ્ધાંજલિ અાપવા ઇચ્છે છે. ૧૪ અેપ્રિલ ૧૮૯૧ના રોજ જન્મેલા અાંબેડકરની જયંતીને લઈને રાજકીય જગતમાં ખાસી ખેંચતાણ મચી છે.

કેન્દ્ર સરકાર ૧૨૫મી જયંતીના વર્ષને ધૂમધામથી મનાવવાની તૈયારીમાં છે તો બીજી તરફ કોંગ્રેસ પણ સરકારી કાર્યક્રમોથી દૂર રહીને વર્ષભર તમામ અાયોજનો કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાણાંકીય અને સામાજિક ન્યાય મંત્રાલયની વચ્ચે સિક્કાનો અાકાર અને તેની કિંમતને લઈને વાતચીત ચાલી રહી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૨૫ રૂપિયાના અા સિક્કા પર અાંબેડકરની તસવીર ઉપસાવાશે. અા ઉપરાંત અાંબેડકરની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ રજૂ કરાશે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં અાંબેડકર મેમોરિયલ બનાવવા માટે ૨૬ અલિપુર રોડ સ્થિત એક ઇમારતને પસંદ કરી છે. અહીં અોક્ટોબરમાં કામ શરૂ થઈ શકે છે. અલિપુર રોડ સ્થિત બંગલામાં ઘણા વર્ષો સુધી અાંબેડકર રહેતા હતા અને અહીં અાખરી શ્વાસ પણ લીધા હતા.

મોદી સરકારે અાંબેડકરની ૧૨૫મી જયંતી મનાવવા માટે વર્ષભર અાયોજિત થનારા કાર્યક્રમની યાદી રજૂ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીઅે પણ અાખુ વર્ષ કાર્યક્રમના અાયોજન માટે પેનલની રચના કરી છે.

 

You might also like