૧૦૦ કરોડ ક્લબનું ગણિત મારી સમજ બહારનું છેઃ સ્વરા

સાઇડ રોલ, પરંતુ મહત્ત્વના રોલ કરનારી સ્વરા ભાસ્કરને ૧૦૦ કરોડની ક્લબનું ગણિત સમજાતું નથી. તે કહે છે કે મારા માટે ફિલ્મો એક આર્ટ છે. હું તેને એ જ નજરથી જોઉં છું. કેટલીક વાર જે ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ થતી નથી તે આગળ જતાં ફેમસ થઇ જાય છે. જો તમારી ફિલ્મ સો કરોડ પાર કરી શકતી નથી તો આ કળા પર કોમેન્ટ ન થઇ શકે. હા, એ વાત પણ એટલી જ સાચી છે કે હું મારી સફળતાથી ખુશ છું અને આશ્ચર્યચક્તિ પણ.

‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં મારો ગેસ્ટ એ‌િપયરન્સ હતો. મને પહેલાં થતું હતંુ કે આ ફિલ્મમાં મારા હોવા-ના હોવાથી કંઇ ફરક નહીં પડે, પરંતુ જ્યારે ડિરેક્ટર આનંદ એલ. રાયે મને કહ્યું કે મારે આ રોલ કરવો જ પડશે ત્યારે હું તૈયાર થઇ ગઇ અને મને ખુશી છે કે જસ્સી અને પાયલને લોકોએ આ અંદાજમાં પસંદ કર્યાં. આગળ પણ હંુ આવા પ્રકારના રોલ કરતી જ રહીશ.

સ્વરા ‘નિલ બટા સન્નાટા’ ફિલ્મમાં ૧પ વર્ષની છોકરીની માતા બની છે. માતાનો રોલ કરવા માટે તેણે ૧પ કિલો વજન વધાર્યું. આ દરમ્યાન જ તેને ‘તનુ વેડ્સ મનુ’માં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મમાં તે ન્યુ-બોર્ન બેબીની માતાના રૂપમાં હતી, તેથી આ મોટાપો ત્યાં ચાલી ગયો. હવે તે વજન ઘટાડવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. સ્વરા કહે છે એક ફિલ્મ માટે વજન વધારવું, બીજી માટે ઘટાડવું ખૂબ અઘરું છે.

You might also like