હોલ્કરમાં અજેય રહી છે ટીમ ઇન્ડિયા

ઇન્દોરઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણીની બીજી મેચ આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ ભારતીય ટીમ માટે બહુ જ ભાગ્યશાળી રહ્યું છે. ૨૭ હજાર દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને એ ત્રણેય મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી છે. આ મેદાન પર અંતિમ મેચ લગભગ ચાર વર્ષ પહેલાં રમાઈ હતી, જેમાં વીરેન્દ્ર સેહવાગે વેસ્ટ ઇન્ડીઝના બોલર્સનો કચ્ચરઘાણ કાઢી નાખીને ૨૧૯ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી અને એ મેચ ભારતે ૧૫૩ રનથી જીતી લીધી હતી.હોલ્કર મેદાન પર અન્ય બે મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૨૦૦૬માં અને ૨૦૦૮માં રમાઈ હતી. પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો, જ્યારે બીજાે મુકાબલો ૫૪ રનથી જીતી લીધો હતો. ભારતે અહીં પહેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે ૨૮૯ રનના લક્ષ્યને પણ હાંસલ કરી લીધું હતું, જ્યારે અન્ય બે મુકાબલામાં પહેલી બેટિંગ કરતા ૨૮૯ રન અને ૪૧૮ રનનો સ્કોર ખડક્યો હતો. વિશાળ સ્કોર એ વાતનો પુરાવો આપે છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલે રમાનારી મેચમાં પણ રનનો ઢગલો થશે.વન ડે ટીમમાં સ્થાન પાકું કરવા મિશ્રા ઉત્સુક
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પહેલી વન ડેમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનારાે લેગ સ્પિનર અમિત મિશ્રા વન ડે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઉત્સુક છે અને આના માટે પોતાનાં પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. મિશ્રાએ કહ્યું, ”વન ડે ટીમમાં વાપસી કરીને મને બહુ જ સારું લાગ્યું છે. મને ખુશી છે કે હું સારી બોલિંગ કરી રહ્યો છું. ભારત તરફથી રમતી વખતે આત્મવિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે. વિકેટ મળે કે નહીં, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત યોગ્ય લાઇન લેન્થથી બોલિંગ કરવાની છે.”પહેલી વન ડેમાં ૪૭ રનમાં બે વિકેટ ઝડપનારા લેગ સ્પિનર મિશ્રાએ કહ્યું, ”હાલમાં હું સારી બોલિંગ કરી રહ્યો છું. હું વધુમાં વધુ વિકેટ ઝડપવા ઇચ્છું છું અને મેચની સ્થિતિ અનુસાર બોલિંગ કરવાનું મારું લક્ષ્ય રહેશે. પહેલી વન ડેમાં મેં જાણીજાઈને બોલ મિક્સ કર્યા અને ફ્લાઇટ કરાવવાની પણ કોશિશ કરી હતી. હું બેટ્સમેનને ક્રીઝ પર સેટ થવાનો મોકો આપવા ઇચ્છતો નહોતો.”
You might also like