હૈદરાબાદ મોકલવાના રૂ.૧૧.૮૦ લાખના મોબાઈલ ઘરભેગા કર્યા

અમદાવાદઃ કાર્ગોમાં અાવેલા મોબાઈલ ફોનનાં બોક્સને હૈદરાબાદ ખાતે પહોંચાડવાની જગ્યાઅે પોતાના ઘરે સગેવગે કરનાર બે અારોપીઅોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે રૂ. ૧૧.૮૦ લાખનાં ૫૯ જેટલા નવા એસટીસી કંપનીનાં મોબાઈલ ફોન અારોપીઅો પાસેથી કબજે કર્યા છે. અારોપીઅોની પોલીસે હાલ વધુ પૂછપરછ શરૂ કરી છે. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચ પી.અાઈ. ભાવેશ રોજીપાયને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાનમાં બાતમીને અાધારે જયદીપસિંહ ઉર્ફે લાલો ઉર્ફે જિતેન્દ્રસિંહ ચાવડા (રહે. રખિયાલ) અને મયૂર ઉર્ફે ભોલો દેવેન્દ્ર ભીમાણી (રહે. અશોક સોસાયટી, કાંકરિયા રોડ)ને ઝડપી લીધા હતા. પોલીસે અારોપીઅો પાસેથી ૫૯ જેટલા નવા એચટીસી કંપનીના મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૧.૮૦ લાખનાં કબજે કર્યા હતા.

અારોપીઅોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને અારોપીઅો ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરે છે. કાર્ગોમાં કેટલીક મોબાઈલ કંપનીઅોના બોક્સ અાવ્યા હતા. અા મોબાઈલ ફોનનાં બોક્સમાં એક કાર્ગોનું પાર્સલ બેંગલોર મોકલવાનું હતું અને એક હૈદરાબાદ મોકલવાનું હતું જેમાં તેઅોઅે બેંગલોર ખાતેનું જ પાર્સલ મોકલ્યું હતું અને હૈદરાબાદ ખાતે જે ૬૪ મોબાઈલ ભરેલું બોક્સ હતું તે લોડિંગ રિક્ષામાં જ રહેવા દીધું હતું અને તેને પોતાના ઘરે રખિયાલ મૂકી અાવ્યા હતા. પોલીસે હાલ બંને અારોપીઅોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

You might also like