હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન લાઈટ જતાં ખોપરી લોહીલુહાણ થઈ ગઈ

બેંગલુરુઃ વીજળી જવાના કારણે ઘણીવાર લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ બેંગલુરુમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહેલા એક યુવકને લાઈટ જવાની વાત ભારે પડી. હેર ‌ક્લ‌િનિકમાં પાવર બેકઅપની કોઈ સુવિધા ન હતી, જેના કારણે ૨૮ વર્ષીય યુવકના માથા પરથી લોહી વહેવા લાગ્યું. લાઈટ જવાના કારણે હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વચ્ચે રોકાઈ ગઈ.

હેર ‌ક્લ‌િનિકમાં જનરેટરની પણ વ્યવસ્થા હતી, પરંતુ ડીઝલની કમી હોવાના કારણે તેને ચાલુ ન કરી શકાઈ. હેર લાઈન ઇન્ટરનેશનલના એમડી બની અાનંદે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પેશન્ટના વાળમાં ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું હતું અને વચ્ચે અચાનક લાઈટ ચાલી જતાં ખૂબ જ અસુવિધા ઊભી થઈ અને તેના કારણે અમે ખૂબ પરેશાન થયા.

અમે તેને અોપરેશન થિયેટરમાંથી બહાર લઈ ગયા અને અારામ કરવા કહ્યું. અમે ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પછીના દિવસે પૂરી કરી, અેટલું જ નહીં અમે દર્દીને પડેલી અસુવિધા બદલ તેને ઇલાજની ફીમાં ડિસ્કાઉન્ટ પણ અાપ્યું. 

બની અાનંદે કહ્યું કે અા ઘટના એટલા માટે બની, કેમ કે બહુ લાંબા સમય માટે શટડાઉન થયું હતું. બનીઅે કહ્યું કે શરૂઅાતમાં અમે છ સેન્ટર પર માત્ર પાવર બેકઅપ માટે જ ૬ લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ દર્દીઅોને અસુવિધાનો સામનો કરવો પડે છે. 

બાયોટેરા ડાયગ્લોનો‌િસ્ટક સેન્ટરના હેડ શોભા રમેશે જણાવ્યું કે અમારે ઘણીવાર મુશ્કેલીઅોનો સામનો કરવો પડે છે, કેમ કે અમે સેમ્પલને રેફ્રીજરેટરમાં રાખીઅે છીઅે, પરંતુ લાંબા સમય સુધી લાઈટ જાય તો પાવર બેકઅપ હોવા છતાં પણ સમસ્યા ઊભી થાય છે. જો અમે સેમ્પલને રીડ કરી રહ્યા હોય અને તે દરમિયાન લાઈટ જાય તો રી‌િડંગ ખોટું હોવાની શક્યતા પણ રહે છે, જેના કારણે દર્દીઅોને મુશ્કેલીઅોનો સામનો કરવો પડે છે.

You might also like