હેરાથની ફિરકીમાં ફસાયેલ ટીમ ઇન્ડિયા ૬૩ રને હારી  

ગાલેઃ રંગના હેરાથની ઝંઝાવાતી બોલિંગ આગળ ઘૂંટણિયે પડતા ટીમ ઇન્ડિયા ગાલે ટેસ્ટની બીજી ઇનિંગમાં ૧૧૨ રનમાં ખખડી ગઇ અને શ્રીલંકાએ ત્રણ ટેસ્ટ મેચોની સિરિઝમાં ૧-૦થી સરસાઇ બનાવી છે.

 

જીતવા માટે મળેલ ૧૭૬ રનમાં ટાર્ગેટના જવાબમાં ભારતે ચોથા દિવસે પોતાની ઇનિંગમાં એક વિકેટે ૨૩ રનથી આગળ રમવાનું શરૂ કર્યું. ચોથા દિવસે રમવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન હેરાથની ફિરકીમાં એવી ફસાઇ ગઇ કે તેમાંથી બહાર નીકળવું અશક્ય બન્યું. હેરાથે માત્ર ૪૭ રન આપી સાત વિકેટ ઝડપતાં ભારત માત્ર ૧૧૨ રનમાં સમેટાઇ ગયું હતું. ભારતનો કોઇપણ બેટ્સમેન ટકી નહીં શકતાં ગાલેની પિચ ભારતીય બેટ્સમેનોની કબર બની ગઇ હતી. ભારત તરફથી એક માત્ર અજિંક્ય રહાણેએ સર્વાધિક ૩૬ રન બનાવ્યા હતા. અને શિખર ધવને ૨૮ રનની ઇનિંગ રમી હતી.

 

શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં અશ્વિનની ૬ વિકેટની આકર્ષક બોલિંગ આગળ ૧૮૩ રન બનાવી આઉટ થઇ હતી. જેના જવાબમાં ભારત તરફથી ધવન અને કોહલીએ શતક લગાવતા ૩૭૫ રન બન્યા હતા. બીજા દાવમાં શ્રીલંકાએ ચાંડીમલની શાનદાર શતકથી ૩૬૭ રન બનાવી ભારતને જીતવા માટે ૧૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

 

ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ મેચમાં શરૂઆતથી મજબૂત પક્કડ બનાવી હતી. પહેલા દાવમાં કોહલીની યુવા ટીમે શાનદાર સ્કોર કર્યો હતો. પરંતુ બીજા દાવના ચોથા દિવસે ટીમ પત્તાના મહેલની જેમ પડી ગઇ હતી.

You might also like