હેપ્પી બર્થ ડે મોદી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હંમેશાં સક્રિય રહેતા અને પ્રજા સાથે ખાસ કરીને યુવાનો સાથે સંવાદ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ સાઈટ ટ્વિટરે તેમના જન્મદિન પર ખાસ ભેટ આપી હતી. ટ્વિટરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પર એક નવા અનોખા અંદાજમાં તેમના જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૫મો જન્મ િદવસ છે. આ પ્રસંગે ટ્વિટરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એનિમેશન દ્વારા સ્પેશિયલ સ્ટાઈલમાં શુભકામનાઓ પાઠવી હતી. વડા પ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ ખોલતાંની સાથે જ પુષ્કળ પ્રમાણમાં રંગબેરંગી ફુગ્ગા અને ગુબારા ઉડવા લાગે છે. ટ્વિટર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમ ખાસ અલગ સ્ટાઈલમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

ટ્વિટરે રંગબેરંગી બલૂન સાથે મોદીનું ટ્વિટર એકાઉન્ટ સજાવી દીધું હતું. તેમના ટ્વિટર એકાઉન્ટની વિઝિટ કરવાથી એનિમેટેડ બલૂન ઊડતાં જોવા મળે છે. બીજીવાર વિઝિટ કરવાથી ફરીવાર આવાં બલૂન દેખાશે.

મોદી પોતાનો બર્થ ડે કઈ રીતે મનાવે છે દેશના વડા પ્રધાન મોદીનો આજે બર્થ ડે છે મોદી પોતાનો જન્મ િદવસ સાદગી સાથે મનાવે છે  અને દર વર્ષે પોતાની માતાના આશીર્વાદ લેવા અચૂક જાય છે. 

જોકે આ વખતે તેઓ જઈ શક્યા નથી. મોદી વર્ષ ૨૦૧૧માં જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમનો પોતાનો ૬૧મો જન્મ િદવસ મનાવ્યો હતો અને આ પ્રસંગે તેમને સદ્ભાવના ઉપવાસ કર્યા હતા અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા. વર્ષ ૨૦૧૨માં પોતાના ૬૨મા જન્મ િદને મોદી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં વ્યસ્ત હતા.

You might also like