હેપી રહેવું હોય તો નાની-નાની ખુશીને શોધીને ડાયરીમાં લખો

ખુશ રહેવા માટે શું કરવું? અા સવાલ ઘણાને સતાવે છે. એનો ઉકેલ ડાયરી લખવામાં છે એવું બ્રિટિશ લેખક ડો. સ્ટીફન ક્લેઈનનું કહેવું છે. જે લોકો રોજ તેમને ખુશી અાપતી બાબતોની ડાયરીમાં નોંધ રાખવાનું શરૂ કરે છે તેમને ધીમે ધીમે સમજાવા લાગે છે કે તેમને કઈ બાબત હેપીનેસ અાપે છે અને શું કરવાથી તેમને સંતોષ મળે છે. રોજ ડાયરીમાં પોઝિટિવ અને હેપીનેસ શોધતી બાબતો અને ઘટનાઓને યાદ કરીને લખવાથી મગજ અાપમેળે કંઈક સારું અને હકારાત્મક વિચારવા માટે ટેવાય છે. ડાયરી લખવી તો ઘણાને ગમે છે, પણ મોટા ભાગે એમાં શું લખવું એની પસંદગી કરવામાં થાપ ખાઈ જવાય છે. રોજની સમસ્યાઓ, દુઃખ અને તકલીફો લખવાથી વ્યક્તિ માનસિક રીતે હળવી જરૂર થાય છે, પણ એને રૂટીન બનાવી દેવું નુકસાનકારક છે. 

You might also like