હેંગઅાઉટ ચેટ હેક થઈ શકે છે, ગૂગલની કબૂલાત

વોશિંગ્ટનઃ જો તમે એવું માનતા હો કે ગૂગલ હેંગઅાઉટ નામની સર્વિસ પર ચેટિંગમાં તમે કંઈ પણ લખો-બોલો અે બધુ જ એકદમ સલામત છે તો જરા રસોડામાં જઈને ખાંડનો એક ફાકડો મારી જાઅો, કેમ કે ખુદ ગૂગલે જ કબૂલ્યું છે કે અમારી હેંગઅાઉટ  સર્વિસમાં અમે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ વાપરતા નથી એટલા માટે અે અાસાનીથી હેક થઈ શકે છે. અાનો અર્થ અે થયો કે સરકાર ઇચ્છે તો ખુદ ગૂગલ અથવા તો કોઈ પણ ભાંગફોડિયાં તત્ત્વો તમારાં ગૂગલ હેંગઅાઉટ કન્વર્સેશનન્સની જાસૂસી કરી શકે છે. અાની સામે એક હકીકત અે પણ છે કે ગૂગલની હરીફ કંપની અેપલ પોતાની અા જ પ્રકારની ફેસટાઈમ નામની વીડિયો-ચેટિંગ સગવડમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ વાપરે છે, જેથી ખુદ કંપની પણ યુઝર્સનાં કન્વર્સેશન્સની જાસૂસી કરી શકતી નથી.

You might also like