હુમલા અગાઉ જ ભાંગી પડ્યો હતો નાવેદનો સાથી

નવી દિલ્હી : ઉધમપુરમાં પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી નાવેદે તપાસ એજન્સીઓ સમક્ષ પોતાની નવી વાર્તા મુકી હતી. નાવેદે જણાવ્યું કે તેમનું મિશન એક બજાર પર હૂમલો કરીને દહેશન ફેલાવવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેનાં સાથીની હાલત ખરાબ થઇ ગઇ હતી. નાવેદનાં અનુસાર જુનમાં ભારત દાખલ થયા બાદ તેમણે સાંબા જિલ્લાનાં બારી બ્રમ્હાણા વિસ્તાર તરફ આગળ વધવાનું શરૂ કરીદીધું હતું. અહી તેમનું આયોજન એક માર્કેટને નિશાન બનાવવાનું હતું, જ્યાં સેનાનાં જવાનોની અવર જવર વધારે હોય છે. અહીં એક આર્મી કેમ્પ પણ નજીક આવેલો છે. 

નાવેદે પુછપરછમાં જણાવ્યું કે તેમનું મિશન 20 જુલાઇનાં રોજ માર્કેટ પર હૂમલો કરવાનું હતું, પરંતુ 17 વર્ષીય સાથી અબુ ખોસા છેલ્લી ઘડીએ રડવા લાગ્યો હતો. નાવેદે જણાવ્યું કે અબુ એટલો ગભરાઇ ગયો હતો કે તે ડરનાં કારણે ધ્રુજવા લાગ્યો હતો, ત્યાર બાદ તેમણે મિશન રદ્દ કરવું પડ્યું હતું. અબુ પાકિસ્તાનનાં ખેબર પખ્તૂનખ્વવા વિસ્તારનો રહેવાસી છે. 

નાવેદે તે જાણકારી આપી હતી કે મિશન ફેલ થવાની જાણકારી તેમણે પોતાનાં ઉપરીઓને આપી હતી અને કાશ્મીર પરત ફર્યા હતા. આ વાતની પૃષ્ટી હાલ પકડાયેલા ટ્રક ડ્રાઇવર ખુર્શીદ અહેમદે પણ કરી હતી, જે બંન્ને આતંકવાદીઓને લઇને બારી બ્રમ્હાણામાં લઇ ગયો હતો.

અબુ અને નાવેદ ઉપરાંત ભારતની સીમામાં ઘુસી આવેલા બે આતંકવાદી મોહમ્મદ અને મોહમ્મદ નોમાન ઉર્ફે મોમિન હતો. નોમાને જ નાવેદની સાથે ઉધમપુરમાં સેનાની બસ પર હૂમલો કર્યો હતો, જેનાં કારણે બે જવાનોનાં મોત થયા હતા. આ ઘર્ષણમાં નોમાનને પણ ઢાળી દેવામાં આવ્યો હતો. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અબુ ખોશા અને મોહમ્મદ પર પાંચ પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. તે ઉપરાંત એજન્સીએ અબુ કાસિમ નામનાં પણ એક આતંકવાદી પર 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે. 

You might also like