હું સુંદર કે સેક્સી નથીઃ શ્રુતિ

શ્રુતિ હાસન બહુમુખી પ્રતિભા ધરાવતી હોવા છતાં પણ ખુદને ખૂબસૂરત માનતી નથી અને એ જ રીતે કોઈ તેને સેક્સી કહે તે વાત પણ તેને પસંદ નથી. અા અંગે શ્રુતિ કહે છે કે હું ક્યારેય મારા લુકને ગંભીરતાથી લેતી નથી અને હજુ પણ લેતી નથી. મને લાગે છે કે સેક્સીનેસ એ તો મનની વાત છે. મારા વશમાં હોત તો હું રોજ એક કિલો સાંભાર અને ચાવલ ખાત, પરંતુ હું ખાઈ શકતી નથી. ઘણી વાતો એવી હોય છે, જે અાપણે એમ જ કરી લઈએ છીએ. સવારે હું ઊઠું ત્યારે મેકઅપ વગર હોઉંં છું અને ત્યારે હું ખૂબ જ અલગ દેખાઉં છું. હું શૂટિંગ માટે મેકઅપ કરું છું. અા બંને ખૂબ જ અલગ દેખાવ છે. મને મારી સવારવાળી છબી વધુ ગમે છે. 

શ્રુતિના પરિવારમાં દરેક કલાકાર છે તો શું તેઓ એકબીજાને કલા અંગેનું જ્ઞાન વહેંચે છે, તે અંગે શ્રુતિ કહે છે કે અમારો પરિવાર એવો પરિવાર છે, જે દરેક વ્યક્તિને નિખરવાનો મોકો અાપે છે. હા, મને ક્યારેક માર્ગદર્શન જોઈએ તો હું મારાં માતા-પિતા સાથે વાત કરું છું. તેમણે ક્યારેય મારા માટે કોઈ રણનીતિ બનાવી નથી. તેઓ સંપૂર્ણ રીતે મને સ્વતંત્રતા અાપે છે. મારી બહેન સાથે પણ એવું જ છે. અક્ષરા અને હું એકબીજા સાથે ઘણાં મળતાં અાવીએ છીએ. અમે બંને એકબીજાથી અલગ નથી, અમારે સારું બને છે. 

You might also like