'હું મોબાઈલ નંબર બદલું તો કોઈ પણ રીતે મારો નંબર મેળવી લે છે'

અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને પ્રાઈવેટ કંપનીમાં નોકરી અપાવીને યુવતી તેનીં સાથે લગ્ન કરવા માટે મજબૂર કરતો હોવાનો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવક મિત્રનાં ત્રાસથી કંટાળી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ અરજી કરી છે.        

સરદારનગરમાં રહેતી  વૈભવી (નામ બદલેલ છે) શહેરની જાણીતી  પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહી છે. વૈભવીએ ડિપ્લોમા કોર્સ કરી પ્રાઈવેટ કંપનીમાં ટ્રેનિંગ કરી હતી. આ ટ્રેનિંગ દરમ્યાન વૈભવીની મુલાકાત એ જ કંપનીમાં કામ કરતા લક્ષ્ય (નામ બદલેલ છે) સાથે થઇ હતી. લક્ષ્યને વૈભવી સાથે પ્રેમ થઈ ગયો હતો. લક્ષ્યએ તેના મિત્ર દ્વારા વૈભવીને જાણીતી પ્રાઈવેટ કંપનીમાં જોબ અપાવી દીધી. લક્ષ્યએ વૈભવી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ વૈભવી ઇન્કાર કર્યો હતો. જો કે લક્ષ્ય એના મિત્રને મળવાને બહાને રોજ વૈભવીની ઓફિસ આવતો હતો અને ઘર સુધી તેની પાછળ જતો. તેને ફોન કરી અને મેસેજ કરી પરેશાન કરતો હતો. વૈભવીઅે કંટાળીને જોબ ઉપરાંત મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો. તેમ છતાં લક્ષ્ય વૈભવીનાં ઘરની બહાર જઈ આખી રાત ઊભો રહેતો અને વૈભવી જે કંપનીમાં કામ કરતી હતી ત્યાં ફોન કરી તેનો ફોન નંબર લઈ લેતો. લક્ષ્યના ત્રાસથી કંટાળી વૈભવીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. 

You might also like