હું ફિલ્મોથી દૂર હતી જ નહીંઃ ઐશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘જઝબા’નું પહેલું ટ્રેલર તાજેતરમાં લોન્ચ થયું. ડાર્ક અને ઈન્ટેસ્ટ ફીચરવાળા ટ્રેલરમાં ઐશ્વર્યા એક વકીલના રૂમમાં જોવા મળી, જેમાં તે પોતાની પુત્રીને બચાવવા માટે સમય સાથે લડી રહી છે. પહેલી વાર ઐશ્વર્યા સાથે કામ કરી રહેલો ઈરફાન એક પોલીસની ભૂમિકામાં છે. ઐશ્વર્યા પાંચ વર્ષ બાદ હિન્દી સિનેમામાં પાછી ફરી રહી છે. છેલ્લે તે ૨૦૧૦માં સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘ગુઝા‌િર‌શ’માં જોવા મળી હતી. 

ટ્રેલર લોન્ચ દરમિયાન અૈશ્વર્યા રાયનું પાત્ર મુખ્ય હોવાનું અને ઈરફાન સાઈડલાઈન હોવાની વાતો પણ ઊઠી. અા મુદ્દે ઈરફાને કહ્યું કે મને સાઈડલાઈન થવાની વાતથી કોઈ વાંધો નથી અને જો તેમાંય ઐશ્વર્યા મને સાઈડલાઈન કરતી હોય તો મારા માટે તે ખૂબ જ સારી વાત છે. મારું અા ફિલ્મમાં કામ કરવાનું સૌથી મોટું કારણ એકમાત્ર ઐશ્વર્યા છે. 

હું તેની સાથે ફિલ્મમાં કામ કરવા ઈચ્છતો હતો. એક માતા પોતાના બાળકનું ધ્યાન રાખી રહી છે અને સાથે સાથે કામ પણ કરી રહી છે. જો તે ફિલ્મો કરી રહી હોય તો અાનાથી મોટી ખુશીની વાત બીજી કોઈ ન હોઈ શકે.

ફિલ્મમાં શબાના અાઝમી, ચંદનરાય સાન્યાલ અને જેકી શ્રોફ પણ છે.  અા બધા સાથે કામ કરીને ઐશ્વર્યા સન્માન અનુભવે છે. ઐશ્વર્યાનું કહેવું છે કે મને સમજ પડતી નથી કે મારા કમબેક પર અાટલી ચર્ચાઓ શા માટે ચાલી રહી છે. હું બોલિવૂડમાંથી ગઈ જ ક્યાં હતી કે પાછી અાવું. હું ક્યારેય ફિલ્મોથી દૂર હતી જ નહીં. હું અભિનેત્રીની સાથે-સાથે એક માતા પણ છું અને એક મહિલા હોવાના નાતે મારે ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે. હું માત્ર તે જવાબદારીઓ બજાવી રહી હતી. 

You might also like