હું પાગલની જેમ કામ કરું છું-શ્રુતિ

બહુમુખી પ્રતિભા સંપન્ન શ્રુતિ હાસન કોઇ પણ રોલમાં ઊંડી ઊતરી જાય છે. તે કહે છે કે હું ડિટેચ્ડ ટાઇપની વ્યક્તિ છું. કલાકારના રૂપમાં તમને અહેસાસ થાય છે કે તમે એક ભૂમિકા ભજવી રહ્યા છો અને તે સમયે તમે પાત્રમાં કેટલા પણ ઊંડા ઊતરી જાવ, પણ બાદમાં તમારે તમારી અસલી જિંદગીમાં પરત ફરવાનું હોય છે. શ્રુતિ કહે છે કે હું ક્યારેય વિચારતી નથી કે હું આ કામ કરીશ તો એનું આ પરિણામ આવશે કે આ કામ સફળ થશે. હું પાગલની જેમ કામ કરું છું. હું એવા લોકોમાંથી છું, જે એવી રીતે કામ કરે છે, જેમ કે દિવસના 24 નહીં, 42 કલાક હોય. મને લાગે છે કે કામ વાસ્તવિક સમય અનુસાર વ્યવસ્થિત કરવું જોઇએ.ગબ્બર ઇઝ બેકમાં શ્રુતિના લુક અને પાત્રની ખૂબ પ્રશંસા થઇ. તે કહે છે કે મારા લુક અને કામની પ્રશંસાથી હું ખૂબ ખુશ થઇ. મારા માટે તે એક શાનદાર અનુભવ હતો. થોડા સમય પહેલાં શ્રુતિની વેલકમ બેક રિલીઝ થઇ. તેને પણ સારો પ્રતિસાદ મળ્યો. હવે તેની યારા અને રોકી હેન્ડસમ ફિલ્મ રિલીઝ થશે. યારા ફિલ્મમાં તિગ્માંશુ ધુલિયા, વિદ્યુત જામવાલ અને અમિત સાધ સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં તે કહે છે કે અમે એકસાથે કામ કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છીએ. મને આશા છે કે આ ફિલ્મને દરેક વ્યક્તિ પસંદ કરશે. પોતાની સુંદર ત્વચાનું રહસ્ય જણાવતાં તે કહે છે કે હું નિયમિતપણે ફેશ વોશિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને ટોનિંગ કરું છું. જ્યારે હું કામ નથી કરી રહી ત્યારે હું કોઇ પણ પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરતી નથી, કેમ કે ત્વચાને પણ શ્વાસ લેવાની જરૂર પડે છે, જોકે હું સનસ્ક્રીન અવશ્ય લગાવું છું. •
 
You might also like