હું અને મારાથી ઉપર ઉઠીને પદની ગરીમાં અનુસાર મોદી વર્તે : નીતીશ

પટના : વડાપ્રધાન મોદીની પરિવર્તન રેલી બાદ સાંજે મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમનાં આરોપોનો જવાબ આપ્યો હતો. પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્રની રાજગ સરકારની ખુબ જ આલોચનાં કરી હતી. સાથે તેઓએ પોતાનાં કાર્યો અને આગામી યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. 

નીતીશે કહ્યું કે મોદીએ મે આમ કર્યું મે તેમ કર્યું તેવાં વક્તવ્યોથી ઉપર ઉઠવું જોઇએ. તેઓએ પોતાનાં પદની ગરિમાનો ખ્યાલ રાખવો જોઇએ. તેઓ આખા રાષ્ટ્રનાં વડા છે કોઇ રાજ્ય કે સમાજનાં વડા નથી. નીતીશે રેલીનાં જવાબમાં કહ્યું કે ચુંટણી દરમિયાન નરેન્દ્ર મોદીનાં પક્ષમાં વાતાવરણ સર્જવા માટે કાવત્રા રચાઇ રહ્યા છે. મોદી તથા તેની સરકાર લોકોને ભ્રમમાં નાખવાનાં પ્રયાસો કરી રહ્યા છે. 

નીતીશે કહ્યું કે બિહારમાં જે યોજનાઓ ચાલી રહી છે તે ઉપરાંત અન્ય યોજનાઓ અંગે પણ અમે જણાવી ચુક્યા છીએ. ઉદ્યોગવિકાસ માટે 500 કરોડનું ફંડ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં વાઇફાઇ સુવિધા, વિદ્યાર્થીઓ ક્રેડિટ કાર્ડ દ્વારા 4 લાખ રૂપિયાની લોન, પાઇપ દ્વારા પાણી, તમામ મકાનોમાં શૌચાલય, વિજળી તમામ ક્ષેત્રમાં સરકાર કામગીરી કરી રહી છે. 

વડાપ્રધાન ગ્રામ સડક યોજનાં દ્વારા તમામ ગામડાઓને જોડવામાં આવશે. સરકારી નોકરીઓમાં મહિલાને 35 ટકા અનામત્ત વગેરે યોજનાઓ છે. નીતીશે કહ્યું કે મોદીએ જે 70 હજાર કરોડનો પ્રશ્ન ઉઠાવ્યો,તે નો જવાબ છે અમારું બજેટ 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા થઇ ચુક્યું છે. યોજનાનાં બજેટનો આકાર પણ 57 હજાર કરોડ રૂપિયા થઇ ચુક્યો છે. 14માં નાણા પંચ હેઠળ પોણા ચાર લાખ કરોડ રૂપિયા મળશે માટે વડાપ્રધાનનો દાવો સંપુર્ણ ખોટો છે. 

You might also like