હિમાચલમાં ભુસ્ખલન, ગુરૂદ્વારા પર શિલા પડતાં 10નાં મોત

કુલ્લૂ : હિમાચલ પ્રદેશના કૂલ્લુ જિલ્લામાં આવેલ માનીકરણ સાહેબ ગુરૂદ્વારા પર શિલાઓ ધસી પડતા 10 જેટલા લોકોનાં મોત થયાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. તે ઉપરાંત ઘણા લોકો અંદર ફસાયેલા હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે. હાલ સરકારે યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે. આ મુદ્દે એક સ્થાનિકે જણાવ્યા અનુસાર 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાહત કાર્યમાં સ્થાનિક લોકો પણ મોટા પ્રમાણમાં જોડાઇ ગયા છે. 

અત્રે ઉલ્લેખનીય છેકે મણિકારણ સાહેબ કુલ્લૂ જિલ્લો ભૂંટારનાં પુર્વીય વિસ્તારમાં આવેલ પાર્વતી નદીનાં કિનારે આવેલું છે. શિખોનાં પ્રથણ ગુરૂ નાનકે અહી પોતાનાં જીવનનો થોડો સમય પસાર કર્યો હતો. તેઓ જે સ્થળે રહ્યા હતા ત્યાં ગુરૂદ્વારાની સ્થાપનાં કરવામાં આવી હતી અને ગુરૂએ અહીં લંગર લગાવવા પણ આદેશ આપ્યો હતો. જો કે ભોજન માટે જ્યારે લાકડા ન મળ્યા ત્યારે નાનકદેવે એક પત્થર ઉઠાવવા કહ્યું હતું. આ પત્થર હટાવતાની સાથે જ ત્યાંથી ઉકળતું પાણી નિકળવા લાગ્યું હતું. જેમાં ચોખા પલાળીને ભાત અને અન્ય ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું.

ગુરૂદ્વારા સમિતી દ્વારા અહી બે કુંડ બનાવાયેલા છે. જો કે આ પાણી ખુબ જ ગરમ હોવાથી તે નહાવા લાયક થાય તે માટે પાર્વતી નદીનું પાણી તેમાં ભેળવાય છે. એવું કહેવાય છે કે અહી નહાવાથી ચામડીનાં કોઇ પણ પ્રકારનાં રોગ દુર થઇ જાય છે. 

You might also like