‘હિતોનાં ટકરાવ’ના કરારથી ડરવાની જરૂર નથીઃ સૌરવ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ”હિતોનાં ટકરાવ’ના કરાર પર હસ્તાક્ષર કરવાથી ડરવાનું કોઈ કારણ નથી અને ક્રિકેટને સ્વચ્છ બનાવવા માટે બીસીસીઆઇનાં આ પગલાંને સકારાત્મક રીતે લેવું જોઈએ.

ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનને આઇપીએલ ટીમ ખરીદવાની મંજૂરી આપવા અને બાદમાં એ અંગે વિવાદ થયા પછી બોર્ડના પદાધિકારીઓ બોર્ડની છબિ સુધારવાના દરેક પ્રયાસ કરી રહ્યા છે. સચીન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની સાથે બોર્ડની સલાહકાર સમિતિના સભ્ય ગાંગુલીએ આ પગલાંનું સ્વાગત કર્યું છે. તેણે કહ્યું કે, ”બીસીસીઆઇએ ક્રિકેટ સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આ અંગેની સૂચના આપી છે અને મને નથી લાગતું કે આમાં કોઈ મુશ્કેલી પડશે. ખેલાડીએ બોર્ડને ફક્ત એક પત્ર જ આપવાનો છે. હું એનો કોઈ રેકર્ડ નથી રાખતો કે કોનો કરાર કોની સાથે છે.”

You might also like