હિટ થવા માટે નામ બદલ્યાં

હિન્દી ફિલ્મોમાં અભિનેતા કે અભિનેત્રી હિન્દુ હોય કે મુસ્લિમ તેનાથી તેમની લોકપ્રિયતામાં કોઈ ફરક પડતો નથી. લોકો જે વ્યક્તિને સ્ટાર બનાવવા માગે છે તેને બનાવવાના જ છે. કેટલાક સ્ટાર એવા હોય છે, જેમનાં અસલી નામ અાપણે જાણતા ન પણ હોઈએ. ફિલ્મી દુનિયામાં કેટલાય સ્ટાર એવા છે, જેમણે સફળ થવા માટે પોતાનાં નામ બદલ્યાં. કેટલાંકને જ્યોતિષ મુજબ પોતાનાં નામ બદલવાનું જરૂરી લાગ્યું. કેટલાક મજેદાર કિસ્સા છે, અાપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના. કેટલીક વાર તો અા સ્ટાર્સ પોતાના લોકપ્રિય નામથી એટલા ટેવાઈ જાય છે કે બેન્કના ચેક પર સાઈન કરતી વખતે પણ ઓટોગ્રાફવાળું નામ જ લખીને સાઈન કરી દે છે, જોકે ભૂલ તેમની નથી. અાખરે તેમને લોકપ્રિયતા તેમના એ જ નામ સાથે મળી છે. 
સલમાન ખાનનું અસલી નામ હતું-અબ્દુલ રશીદ સલમાન ખાન. તેણે પોતાનું નામ નાનું કર્યું અને બની ગયો સલમાન ખાન. બોલિવૂડના પરફેક્ટનિસ્ટ ગણાતા અામિર ખાનનું અસલી નામ હતું-મોહંમદ અામિર હુસેન ખાન. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચનનું અસલી નામ ઈન્ક્લાબ શ્રીવાસ્તવ હતું, તેમણે પોતાનું અા નામ બદલીને અમિતાભ બચ્ચન કરી નાખ્યું. તેમને અા નામે સફળતા પણ ભરપૂર અપાવી. ફિલ્મોમાં અાવી તે પહેલાં મધુ બાલાનું નામ હતું-મુમતાઝ જેહાન દેહલવી, શું તમે અા નામ સાથે મધુ બાલાની તસવીરને મેચ કરી શકશો? દિલીપકુમાર ફિલ્મોમાં અાવ્યા તે પહેલાં તેમનું નામ યુસુફ ખાન હતું જ્યારે સુપરસ્ટાર દેવિકા રાણીએ દિલીપકુમારને પોતાની ફિલ્મમાં રોલ અાપ્યો ત્યારે તેણે તેમને કહ્યું કે અા નામ સાથે તમે નહીં ચાલી શકો. દેવિકા રાણીએ યુસુફ ખાનને ત્રણ નામ સૂચવ્યાં હતાં, તેમાં દિલીપકુમાર તેમને સૌથી વધુ પસંદ પડ્યું. અા રીતે યુસુફ ખાને હંમેશ માટે પોતાનું નામ બદલીને દિલીપકુમાર કરી દીધું. દિલીપકુમારનું નામ એ હદે પ્રસિદ્ધ થયું કે સામાન્ય જિંદગીમાં પણ લોકોએ તેમના નામ ઉપરથી પોતાનું નામ દિલીપ રાખ્યું.  એક સમયની પોર્નસ્ટાર અને હવે બોલિવૂડની અભિનેત્રી સની લિયોનનું અસલી નામ હતું-કરણજિત કૌર વ્હોરા, જોકે અા નામ તેણે હિન્દી ફિલ્મો માટે નહીં, પરંતુ પોર્ન ફિલ્મો માટે બદલ્યું હતું. રણવીરસિંહનું અસલી નામ હતું-રણવીર ભવનાની. રણવીરે પોતાનું નામ નહીં, પરંતુ સરનેમ બદલી દીધી.અક્ષયકુમારનું અસલી નામ તો સૌ કોઈ જાણતું હશે. જ્યાં સુધી તે વેઈટર-શેફ તરીકે કામ કરતો હતો ત્યાં સુધી તેનું નામ હતું-રાજીવ ભાટિયા. જ્યારે તેણે પોતાનો વ્યવસાય બદલ્યો અને ફિલ્મોમાં અાવ્યો ત્યારે તેનું નામ થઈ ગયું અક્ષયકુમાર. સૈફ અલી ખાનનું નામ તેનાં નવાબ માતા-પિતાએ રાખ્યું હતું સાજિદ અલી ખાન. સાજિદે જ્યારે ફિલ્મોમાં કિસ્મત અજમાવવાનું વિચાર્યું ત્યારે તેને પોતાનું નામ બહુ પસંદ ન પડ્યું. તેથી તેણે એ નામ બદલીને સૈફ અલી ખાન કરી દીધું. ફિલ્મોમાં અાવ્યા પહેલાં અજય દેવગણનું નામ હતું-વિશાલ દેવગણ, પરંતુ તેને કોઈકે વિશાલ નામ બદલવાની સલાહ અાપી. કેટરીના કૈફ ફિલ્મોમાં અાવી તે પહેલાં તેનું નામ હતું-કેટ ટરક્વેટો. અા નામ સાથે તેને ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવી યોગ્ય ન લાગી. તેથી તેણે નામ બદલીને કેટરીના કૈફ કર્યું. સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મોમાં અાવ્યા તે પહેલાં તેમનું નામ હતું-શિવાજીરાવ ગાયકવાડ. પ્રીતિ ઝિન્ટાનું અસલી નામ હતું-પ્રિતમ ઝિન્ટા સિંહ. વિચારો જો પ્રીતિએ નામ ન બદલ્યું હોત તો પ્રિતમ અને તેની વચ્ચેનો તફાવત કરવામાં લોકોને થોડી તકલીફ પડત. જોન અબ્રાહમનું અસલી નામ છે-ફરહાન અબ્રાહમ. સની દેઓલ ફિલ્મોમાં અાવ્યો તે પહેલાં તેનું નામ હતું-અજયસિંહ દેઓલ. મ‌િલ્લકા સેરાવતનું અસલી નામ હતું-રિમા લાંબા. •
 
You might also like