હિંસક વિડિયોગેમ રમવાથી અસંવેદનશીલતા વધે છે

શું તમારું બાળક સ્માર્ટફોન પર ગન લઈને ગોળીઓ છોડવાની રમતો રમે છે? દુશ્મનોને મારી નાખવાની અને લડવાની રમતોનો રાફડો ફાટ્યો છે ત્યારે બાળકો ઢિશૂમ ઢિશૂમ અને મારામારીવાળી રમતો રમવાના અાદી થઈ ગયાં હોય તો ચેતી જતો. લેટેસ્ટ અભ્યાસમાં કહેવાયું છે કે એમ કરવાથી તમારો સ્વભાવ વધુ અાક્રમક અને હિંસક બની જઈ શકે છે.

હિંસક રમતોથી અસંવેદનશીલતા વધે છે. અમેરિકન સાઈકોલોજી અસોસિએશનના નવા રિપોર્ટ અનુસાર હિંસક વિડિયોગેમ લાંબા સમય સુધી રમવાથી વ્યક્તિની સંવેદનશીલતા ઘટી જાય છે.

સંશોધકોએ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વાયલન્ટ વિડિયોગેમ રમનારા લોકોનો અભ્યાસ કર્યો હતો. અા અભ્યાસ પર કામ કરનારી ટીમનું કહેવું છે કે રમત રમતમાં હિંસાવૃત્તિને સહજ માનનારા અને એમાંથી અાનંદ ઉઠાવનારા લોકોને લાંબા ગાળે હકીકતમાં પણ એ પ્રકારની હિંસા અાચરવામાં છોછ નથી નડતો. 

You might also like