હિંમતનગરમાં શોકસભાનું સૂરસૂરિયું! ગણ્યાંગાઠ્યાં પાટીદારો ‘પ્રેસન્ટ’, હાર્દિક પટેલ ‘એપસન્ટ’ 

હિંમતનગર: પાટીદાર અનામત આંદોલ સમિતિના હાર્દિક પટેલ દ્વારા જાહેર કરાયેલી શોકસભા સભાનો ફિયાસ્કો થઈ ગયો છે. છેલ્લી ઘડી સુધી ક્યાં સભા યોજાશે તે અંગેના સસ્પેન્સ વચ્ચે નનાનપુર ગામે સભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો અને ચિરાગ પટેલે મંચ પરથી જણાવ્યું હતું કે હાર્દિક પટેલની તબિયત સારી ન હોવાથી તે હાજરી આપી શકશે નહી. 

બીજી તરફ પાટીદારોની પાંખી હાજરી ઉડીને આંખો વળગી રહી હતી. શ્રદ્ધાંજલિ સભામાં માત્ર 1 હજાર જેટલા જ પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતા. હાર્દિકના સાથીદારો ચિરાગ અને દિનેશે સભાને સબંધોન કર્યું હતું. હાર્દિક પટેલ પેટના દુઃખાવાને કારણે સભામાં હાજર ન રહ્યો હોવાની વાત છે. આંદોલન સમિતિએ કહ્યું હતું કે હાર્દિકને ઝાડા-ઊલ્ટી થઈ હોવાથી તેને ડોક્ટરે બે દિવસ આરામ કરવાનું કહ્યું છે. જેને પગલે તે આજની સભામાં હાજર નથી રહ્યો.

તંત્ર દ્વારા સભાને મંજૂરી આપવામાં ન આવી હોવાછતાં સભાના એલાનને પગલે જિલ્લાભરનો પોલીસ કાફલો અને આરએએફનો કાફલો હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં ખડકી દેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા ન લથડે તે માટે હિંમતનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું તથા હિંમતનગરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 

સભા પહેલાં પોલીસે સવારે જ્યારે સર્ચ ઓપરેશન હાથધર્યુ ત્યારે સભા સ્થળની આસપાસની ઝાડીઓમાંથી લાકડી-દંડાનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ સતર્ક થઈ ગઈ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની તબિયત ખરાબ હોવાથી તે શોકસભામાં હાજર રહે શક્યો ન હતો ત્યારે ચોરતરફ એવી ચર્ચાએ જોર પકડ્યું છે હાર્દિક પટેલ ધરપકડની બીકથી અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. 

શનિવારે સુરતમાં વિપુલ દેસાઈના ઘરે જઇને હાર્દિક પટેલે પોલીસકર્મીઓને મારી નાખવાની વાત કરતા પોલીસ બેડામાં ભારે અસંતોષ ફેલાયો છે. હાર્દિક પટેલના આવા નિવેદનને લઈને તેની સામે પગલા લેવાય તે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર સી. આર. પરમારે ડીસીપી ઝોન-3ના મકરન્દ ચૌહાણને તપાસ સોંપી છે. પોલીસની તપાસમાં જો હાર્દિક પટેલે પોલીસકર્મીઓને મારી નાખવાની વાત નીકળે તો તેની સામે સુરતમાં વધુ એક ગુનો નોંધાશે અને તેની ધરપકડ પણ થશે.

You might also like