હાર્દિક પટેલની અપીલ રાજકોટમાં ઊમટી પડો  

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન અન્વયે અનામત માટે આપઘાત કરી લેનાર રાજકોટના ઉમેશ પટેલનું બેસણું આજે તેના નિવાસસ્થાને સાંજના સમયે રાખવામાં આવ્યું છે, તેમાં પાટીદાર અનામત અાંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજી નેતા લાલજી પટેલ, ગાંધીનગરના એસપીજી નેતા ગૌરાંગ પટેલ સહિત કમિટીના મોટા ભાગના કન્વીનરો ગુજરાતભરમાંથી રાજકોટમાં આજે બેસણામાં હાજરી આપશે. દરમિયાન હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તમામ પાટીદાર ભાઇઓને મારી અપીલ છે કે રાજકોટમાં ઊમટી પડો, શહીદ ઉમેશના આત્માને શાંતિ મળશે. ઉમેશની શહાદત નિષ્ફળ નહીં જવી જોઇએ. હાર્દિક હજારો પાટીદારો સાથે બેસણાના સ્થળે પહોંચે તેવી સંભાવના હોઇ સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવાઇ છે. સૂત્રો જણાવે છે કે શોકસભાને જાહેરસભામાં ફેરવવા દેવામાં આવશે નહીં. હાર્દિક પટેલ ઉશ્કેરાટભર્યું સંબોધન કરે તેવી શકયતા છે, જેના પગલે હાર્દિક પર વોચ રાખવામાં આવશે.
સમગ્ર રાજ્યમાંથી પાટીદારો અને અાગેવાનો હાજરી આપવાના હોઇને રાજકોટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મૃતક ઉમેશ પટેલના નિવાસસ્થાન નજીક ગ્રાઉન્ડ આવેલું છે, તેમાં બેસણું યોજાયું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મૃતકને રૂ.એક લાખની સહાય જાહેર કર્યા બાદ અનામત સમિતિ દ્વારા પણ આર્થિક સહાય જાહેર થવાની સંભાવના છે.
You might also like