હાર્દિકે 'શહીદો'ના ફોટા અને એકાઉન્ટ નં. જાહેર કર્યા, સહાયની કરી અપીલ 

અમદાવાદઃ અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનો દરમિયાન આઠ પાટીદાર યુવકોનાં મોત થયાં હતા. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આ શહીદોનાં ફોટા અને નામ જાહેર કરવામાં આવ્યા છે. તોફાનોમાં મૃત્યુ પામેલા યુવકોનાં પરિવારને આર્થિક સહાય કરવા માટે હાર્દિક પટેલે તેમના બેન્ક એકાઉન્ટ નંબર જાહેર કરીને તેમને મદદ કરવા માટેની અપીલ કરી છે. 

બીજી તરફ રાજ્ય સરકારે પણ આ મૃતકોના પરિવારને ચાર લાખ તેમજ અપંગ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને તેમજ ઘાયલ થયેલા લોકોને 10 હજારની સહાય કરવાની ખાતરી આપવામાં આવી છે. હાઈકોર્ટમાં તોફાનો દરમિયાન ઇજાગ્રસ્ત થેલા લોકોને વળતર આપવા માટે તેમજ જવાબદારો સામે પગલાં લેવા માટેની પીઆઇએલ કરવામાં આવી હતી. જે અંગે સુનાવણી કરતાં હાઈકોર્ટે વળતર આપવાની જાહેરાત કરી હતી. આ અંગે રાજ્ય સરકારે પીડિતોને 15 દિવસમાં સહાય માટે રજૂઆત કરવા કહ્યું છે. 

મૃતકોના નામ અને ફોટા સાથેની વિગતો જોવા આગળ ક્લિક કરો….

You might also like