હાર્દિકનો અલગ જ તોર પત્રકારો સાથે તોછડુ વર્તન : સરકારને પણ આપી ધમકી

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન મુદ્દે હાર્દિક પટેલ દ્વારા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે તેનાં તોછડા વર્તનનાં કારણે પત્રકારો દ્વારા તેની પ્રેસનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલે આનંદીબહેન પટેલને પાટીદાર અનામત આંદોલન સમિતીનાં નામે એક ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં આનંદીબહેનને ધમકીનાં સુરમાં લખાયું છે કે બેન આપને વિનંતી છે કે પાટીદારનાં દિકરાઓને એટલા નબળા ન સમજશો. પાટીદારનાં દિકરાઓ શહિદ થતા પણ અચકાશે નહી.એક દિનેશ, એક હાર્દિક કે એક ચિરાગ કે એક ચેતન કે ચારેય શહિદ થઇ જશે તો પણ પાટીદાર સમાજ વાંઝીયો નહી રહે. એક હાર્દિકની પાછળ હજારો હાર્દિક પેદા થશે. બધા જ કિસ્સામાં સંજય જોશી કે હરેન પંડ્યા જેવું ધાર્યુ પરિણામ આવી શકતું નથી. 

હાર્દિક પટેલનાં પત્રમાં અને પત્રકાર પરિષદમાં કોઇ ક અલગ જ તોરમાં જોવા મળ્યો હતો. તેણે મુખ્યમંત્રીને લખ્યું કે જો તમારા કહેવાથી જ પાટીદારો પર દમન થવાનું હોય તો અમને મંજુર છે પરંતુ અમે આશા કરીએ કે તમે આમાં ક્યાંય નહી સંડોવાયેલા હો. તમે અમને આપેલી ચીમકી તમે વ્યવહારમાં પણ ન મુકો તે માટે આપને જાણ કરીએ છીએ. બાકી અમારૂ જીવન તો પાટીદારોને અર્પણ છે અને રામ ભરોસે જ છે. 

હાર્દિકે અલ્પેશ ઠાકોર પર પ્રથમવાર સીધો હૂમલો કરતા જણાવ્યું હતું કે અલ્પેશ વર્ગવિગ્રહ કરાવવા માંગે છે. અમે વર્ગવિગ્રહમાં નથી માનતા, અમારૂ આંદોલન અહિંસક છે. અલ્પેશ ઠાકોર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલનમાં કોઇ જ ફાંટાનથી પરંતુ અમુક મલિન તત્વો આંદોલનને ગેરમાર્ગે લઇ જવા માટેઆવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ અમારા આંદોલન યથાવત્ત ચાલુ રહેશે. 

પત્ર લખવા પાછળ કારણ જણાવતા તેણે કહ્યું કે અમારા પર થતા હૂમલાઓ અને અમારા અને અમારા સાથીઓ પર પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. આંદોલન સમિતી સાથે જોડાયેલા સક્રિય કાર્યકર્તાઓ અને કન્વીનરો ઉપર ખોટા આરોપો લગાવીને તેમને દબાણમાં લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

You might also like