હાર્દિકની ગમે ત્યારે થશે ધરપકડ, ગુજરાતની શાંતિ નહીં ડહોળાવા દઈએ: રજની પટેલ  

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પોલીસે હાર્દિક પટેલને પકડીને ગોંધી રાખ્યો છે તેવા કરાયેલા આક્ષેપને રાજ્યના ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલે સાફ શબ્દોમાં નકારી કાઢ્યો છે. પોલીસે હાર્દિકની અટકાયત કરી જ નથી તેમણે તેમણે જણાવ્યું હતું.

અમરેલી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામે ગઈ કાલે તોફાનોમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા તેનપુર ગામની આ શ્રદ્ધાંજલિ સભા માટે પોલીસ કે સરકારી તંત્રની મંજૂરી લેવાઈ ન હતી. એટલે પોલીસ ત્રાટકતા હાર્દિક પટેલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

હાર્દિકને શોધવા અમદાવાદમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પાસે પોલીસ પર હાર્દિકને પકડવાના આક્ષેપ કર્યા હતા. ગઈકાલે રાત્રે ૨.૪૫ વાગ્યે હાઈકોર્ટે પાસની હેબિયસ કોપર્સના આધારે હાર્દિકને ગમે ત્યાંથી શોધવા સરકાર, ડીજીપી, રેન્જ આઈજીને નોટિસ ફટકારી હતી.

આજે ગાંધીનગર  ખાતે હાર્દિકનો મામલો જ ગરમાયો હતો. પાસના આક્ષેપ મુજબ હાર્દિકને પોલીસે પકડીને ગોંધી રાખ્યો છે કે કેમ તે અંગેની ચર્ચા ચાલી હતી. જોકે રાજ્યના ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલે આક્ષેપને નકારી કાઢ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે હાર્દિકની અટકાયત કરી જ નથી. પોલીસ દ્વારા રાત્રે તેને કારમાં બેસાડવાની વાત પણ નર્યું જુઠ્ઠાણું જ છે.

You might also like