હાઈટેક થયો હથિયારોનો ધંધો, ફેસબુક પર વેચાય છે તમંચા  

નવી દિલ્હીઃ હવે ગેરકાયદે હથિયારોની ફેક્ટરી પણ હાઈટેક બની ગઈ છે. ફેસબુક દ્વારા પોલીસે શસ્ત્ર બનાવવાની ફેક્ટરીનો ભાંડો ફોડી દીધો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શસ્ત્રો પકડી લીધાં છે તેમજ એક અારોપીની પણ ધરપકડ કરી છે. યુપીમાં પંચાયતની ચૂંટણીઅો નજીક છે. ચૂંટણીમાં શસ્ત્રો સપ્લાય કરનાર અમ્માપુરના ગામ કમાલપુરમાં શસ્ત્રની ફેક્ટરીનું સંચાલન શરૂ થઈ ગયું છે. ગામના હાશીમ પુત્ર મસકૂરે અા શસ્ત્રોના વેચાણ માટે ફેસબુકનો સહારો લીધો. તેણે તમંચા, રિવોલ્વરના અલગ અલગ રેટ નક્કી કરીને ફેસબુક પર મૂકી દીધા. હવે પોલીસની નજર તેના એકાઉન્ટ પર પડી ત્યારે તે સજાગ થઈ ગયો. સર્વિલાન્સ ટીમે તપાસ શરૂ કરી. એકાઉન્ટ પરથી મળેલા ફોનનંબરના અાધારે પોલીસ અપરાધીઅો સુધી પહોંચી.
You might also like