હવે ૮૦ ટકા આસામ પૂરનાં પાણીમાં તરબોળ

ગુવાહાટી : આસામમાં પૂરની સ્થિતિ વધારે વણસી ગઈ છે. હવે ૮૦ ટકા આસામ પૂરના પાણી હેઠળ છે. બીજી બાજુ મોતનો આંકડો વધીને ૪૩ સુધી પહોંચી ગયો છે. રાજયના ૨૭ જિલ્લા પૈકી ૨૦ જિલ્લા પૂરના સકંજામાં આવી ચુકયા છે. આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૧૮ લાખથી પણ ઉપર પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ઘના ધોરણે ચાલી રહી છે. આ વર્ષે પૂરના બે મોજામાં મોતનો આંકડો ૪૮ ઉપર પહોંચ્યો છે.

ઢુબરી જિલ્લામાં સૌથી વધુ ૪.૫ લાખ લોકોને અસર થઈ છે. જયારે મોટી ગામમાં ૨.૬ લાખ લોકોને માઠી અસર થઇ છે. હાલમાં ૧.૧ લાખ હેકટર પાકભૂમિ પાણી હેઠળ આવેલી છે. કોકરાઝાર, બોંગોઈ ગામ, બારપેટા, કચાર, ધેમાજી સહિત વિવિધ જિલ્લાઓમાં ૩૦૮ રાહત કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ૧.૪ લાખ લોકો આશરો લઈ રહ્યા છે. બ્રહ્મપુત્ર નદીમાં પાણીની સપાટી જોરહાટ જિલ્લામાં નેમાટી ઘાટ ખાતે ભયજનક સ્થળથી ઉપર છે. રાજયમાં પૂરના કારણે ૨૦ જિલ્લામાં ૧૮ લાખ લોકોને માઠી અસર થઇ છે.

બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓના પાણી ૧૮૮૦ ગામોમાં પ્રવેશી ગયા છે. ૧.૧ લાખ હેકટર પાક ભૂમિને નુકસાન થયું છે. બચાવ અને રાહત કામગીરી માટે ડિબરૂગઢમાં સેનાને પણ બોલાવવામાં આવી છે. પૂરના કારણે વધુ લાખો લોકો સકંજામાં આવી ગયા છે અને કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને હવે ૧૮ લાખ સુધી પહોંચી ગઇ છે. ૧૮૮૦થી વધારે ગામો ભારે અસરગ્રસ્ત થયા છે. રાજયમાં કુલ ૧૯ જિલ્લા પૂરના સકંજામાં આવી ગયા.

આસામમાં પૂરની સ્થિતિ ફરી એકવાર વણસી ગઇ છે. કારણ કે રાજયભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પૂરના કારણે વધુ લાખો લોકો સકંજામાં આવી ગયા છે. પૂરના કારણે અસર પામેલા જિલ્લામાં ધેમાજી, કોકરાઝાર, બોંગાઇગામ, સોનિપુર, બારપેટા, ગોલપારા, મોરીગાવ, કચાર, લખીમપુર, જોરહાટ, તીનસુકિયા, બકસા, કામરૂપ, ડિબરૂગઢ, શિવસાગર, ગોલાઘાટ અને નાગાવનો સમાવેશ થાય છે. મોરીગાવ જિલ્લામાં પોબિટોરા વાઇલ્ડ લાઇફ અભ્યારણમાં ભારે નુકસાન થયું છે. કેટલાક અસામાન્ય પ્રાણીને અન્યત્ર ખસેડી લેવાની ફરજ પડી છે.

 

બ્રહ્મપુત્ર નદીમાં પાણીની સપાટી ડિબરૂગઢ ખાતે ભયજનક સ્તર સુધી પહોંચી ગઇ છે. જોરહાટમાં પણ નેમાટીઘાટ ખાતે પણ તેની સપાટી ઊંચી સપાટી પર છે. સોનિતપુરમાં તેજપુર, ગુવાહાટી, ગોલપારા શહેર અને અન્ય અનેક વિસ્તારોમાં બ્રહ્મપુત્ર નદીમાં પાણીની સપાટી ઊંચી સપાટી પર પહોંચી છે.

You might also like