હવે હું રિસ્ક લઈ શકું છુંઃ જેકલીન

જેકલીન ફર્નાન્ડીસ હવે બોલિવૂડ માટે નવું નામ નથી. શરૂઅાતમાં નાનકડી ભૂમિકાઓ કે અાઈટમ સોંગ કર્યા બાદ હવે તેને સારી ફિલ્મો મળવા લાગી છે. તેને સારા અભિનેતાઓ સાથે કામ કરવાનો મોકો પણ મળી રહ્યો છે. ‘રોય’ ફિલ્મમાં તેણે રણબીર કપૂર સાથે કામ કર્યું, ફિલ્મ ભલે ન ચાલી, પરંતુ તેની એક્ટિંગ કરિયરમાં રણબીર જેવા અભિનેતા સાથે કામ કરવાનો મોકો કોઈ નાનીસૂની વાત ન હતી. ત્યારબાદ તેને સૌથી મોટો મોકો સલમાનખાન સાથેની ‘કિક’ ફિલ્મમાં મળ્યો. અા ફિલ્મ જબરદસ્ત સફળ રહી, તેની સફળતાનું કારણ ભલે સલમાન હોય, પરંતુ તેનો સૌથી વધારે લાભ જેકલીનને મળ્યો.જેકલીન કહે છે કે મને ઘણા સમયથી એક સારી ફિલ્મની રાહ હતી તે ‘કિક’ ફિલ્મથી પૂરી થઈ. મારી કરિયરને અસલી કિક ખરેખર ‘કિક’ ફિલ્મથી જ મળી.‘કિક’ની સફળતાનો સૌથી વધુ ફાયદો મને થયો, કેમ કે હવે મને દમદાર રોલ મળવા લાગ્યા છે. હું અાને મારી સેકન્ડ ઈનિંગ કહું તો કંઈ ખોટું નથી. હવે મારી પાસે જે સ્ક્રિપ્ટ અાવી રહી છે તેને હા કે ના કહેવાની મને અાઝાદી મળે છે. હવે હું મારી ભૂમિકાઓ સાથે પ્રયોગ કરી શકું છું. હવે હું રોલની બાબતમાં રિસ્ક પણ લઈ શકું છું. મને માન-સન્માન મળ્યું છે અને એ જ કારણ છે કે હું હવે અાત્મવિશ્વાસથી ભરપૂર છું. 
You might also like