હવે સેલ્ફી લો ચમચીથી

ખાતી વખતે સેલ્ફી તો લેવા માટે સેલ્ફી-સ્પૂન નામનું એક અનોખું ડિવાઈસ બહાર પડ્યું છે. સિનેમન ટોસ્ટ ક્રન્ચ નામની કંપનીએ બનાવેલું અા ડિવાઈસ વાસ્તવમાં ચમચીવાળી સેલ્ફી સ્ટિક છે જે ૩૦ ઈંચ સુધી લાંબી થઈ શકે છે. અા સ્ટિકના એક છેડે મોબાઈલ ફોન-હોલ્ડર અને બીજા છેડે સ્ટેનલેસ સ્ટીલની ચમચી છે.

અા સેલ્ફી-સ્પૂન વડે સેલ્ફી લેવા માટે સ્માર્ટફોનને સ્ટિક સાથે ફિટ કરીને એનું બ્લુટૂથ ઓન કરી દેવાનું. પછી અાપણે પોઝ ફાઈનલ કરીને અા સ્ટિકની સાથે અાવેલા એક નાનકડા રિમોટ કન્ટ્રોલનું બટન દબાવીએ એટલે અાપણો ઈટિંગ સેલ્ફી તૈયાર. સેલ્ફીસ્પૂન.કોમ નામની વેબસાઈટ પર અા સ્ટિક અત્યારે ફ્રીમાં ઓર્ડર કરી શકાય છે. અલબત્ત, લોકોએ એનો શિપિંગ ચાર્જ ચૂકવવાનો રહે છે. 

You might also like