હવે વોટ્સએપની જેમ ફેસબુક મેસેન્જર પર પણ મુકો સ્ટેટ્સ

અમદાવાદ : હાલમાં જ ફેસબુકે પોતાની મેસેન્જર એપનું વેબ વર્ઝન લોન્ચ કર્યું હતું. હવે તેઓએ એક ડગલું આગળ વધારતા મેસેન્જર એપનાં મોબાઈલ વર્ઝન પર વોટ્સએપ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેને લઈને તમે વોટ્સએપની જેમ મેસેન્જર પર પણ પોતાનું સ્ટેટસ બદલી શકશો.આ નવા “away status option”થી હવે તમે તમારા ફેસબુક ફ્રેન્ડ્સને મેસેન્જર દ્વારા જણાવી શકો છો કે તમે શું કરી રહ્યા છો અને ક્યારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો. આ નવા ફીચરને લઈને એન્ડ્રોઈ અને આઈઓએસ યુઝર્સ મેસેન્જરનાં સાઈડબારમાં સ્ટેટ્સ પોસ્ટ કરી શકે છે. સાથે જ તમે તમાર ફ્રેન્ડના નામની નીચે તેનું સ્ટેટ્સ જોઈ શકો છો.

એક અંગ્રેજી પોર્ટલ પ્રમાણે સ્ટેટ્સ મેસેજની સાથે એક નાનો ફોટો આઈકોન પણ દેખાશે. ધ્યાન રહે, આ સ્ટેટસ મેસેજ ન્યુઝ ફીડ કે તમારી પ્રોફાઈલમાં નહીં દેખાય. આ માત્ર મેસેન્જર કે સાઈડબારમાં જ જોવા મળશે અને 12 કલાક બાદ ઓટોમેટિક એક્સપાયર થઈ જશે. જ્યારે તમે કોઈ નવું સ્ટેટ્સ પોસ્ટ કરશો તો એ જુના મેસેજને રિપ્લેસ કરી દેશે.

મેસેન્જરની સાઈડબાર ડાબી તરફથી સ્વાઈપ કરવાથી ખુલશે, જેમાં એવા ફ્રેન્ડ્સ દેખાશે જેને તમે કાયમ મેસેજ કરતા હશો. તમે તેમાં ફેવરેટ ફ્રેન્ડ પસંદ કરીને ટોપમાં પિન કરી શકો છો. હાલમાં આ ફિચર માત્ર તાઈવાન અને ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. થોડા દિવસોમાં તેને અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવશે.

You might also like