હવે રેલવે કર્મચારીઓને પણ જોઈએ છે 'વન રેન્ક વન પેન્શન'

નવી દિલ્હી” પૂર્વ લશ્કરી કર્મીઓની જેમ રેલવેના કર્મચારીઓએ પણ ‘વન રેન્ક વન પેન્શન’ પેન્શનની (ઓઆરઓપી) માગણી કરી છે. રેલવેના કર્મચારીઓનું કહેવું છે કે તેમની આ માગણીની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, કારણ કે તેઓ પણ લશ્કરના જવાનોની જેમ હંમેશાં દેશની સેવા કરવા તત્પર રહે છે.

ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશના મહામંત્રી શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ માટે ‘વન રેન્ક વન પેન્શન’નો મુદ્દો સાતમા પગાર પંચમાં ઉઠાવ્યો હતો અને હવે અમે આ મુદ્દો ફરી ઉઠાવીશું. હાલ રેલવેમા ૧૩.૨૬ લાખ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ દેશની સેવા માટે સમર્પણ ભાવથી ભાવ કરે છે. રેલવે દેશની લાઈફ લાઈન છે. પ્રત્યેક કર્મચારી દરેક સમયે દેશમાં કામ કરી રહ્યા હોય છે. તેમણે જણાવ્યું હતું કે લશ્કરના પૂર્વ કર્મચારીઓને ‘વન રેન્ક વન પેન્શન’નો લાભ આપવાની વાત ચાલે છે એવો જ નિયમ રેલવેમાં લાગુ પાડીને તેનો અમલ કરવો જોઈએ.

You might also like