હવે રેલવેના એસી થ્રી ટાયર કોચમાં CCTV કેમેરા સહિતની અનેક સુવિધા

નવી દિલ્હીઃ રેલવેને સ્માર્ટ બનાવવાની પહેલની શરૂઆત થઇ ગઇ છે. હવે રેલવે પ્રવાસીઓને ટૂંક સમયમાં રેલવેના એસી થ્રી ટાયર કોચમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. કોચમાં વધારાની સુવિધા આપવા માટે અેક કોચ પાછળ અંદાજે રૂ.૭.ર૦ લાખનો વધારાનો ખર્ચ કરવામાં આવશે અને નવા કોચની કુલ કિંમત રૂ.૧.૭પ કરોડ થશે. એસી થ્રી ટાયર કોચમાં નીચે મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે.

(૧) હવે કોચનું બારણું બંને તરફ ખૂલી શકશે.

(ર) ટોયલેટમાં કોઇ અંદર છે 

કે કેમ તે જાણવા માટે રેલવેએ 

ટોયલેટના દરવાજા પર લાઇટ ઇન્ડિકેટર લગાવ્યા છે.

(૩) દૃષ્ટિહીન પ્રવાસીઓ માટે હવે કોચમાં બ્રેઇલ લિપીમાં સંકેત આપવામાં આવ્યા છે. 

(૪) કોચમાં ઇમર્જન્સી એક્ઝિટ વિન્ડોની સંખ્યા વધારીને છ કરવામાં આવી છે.

(પ) રિઝર્વેશન ચાર્ટ રાત્રે વાંચવામાં તકલીફ ન પડે તે માટે તેના પર એલઇડી લાઇટની સુવિધા આપવામાં આવશે.

(૬) ટ્રેનની અંદર બર્થ પર ચઢવા માટે નવી સુગમ સીડીઓ બનાવવામાં આવી છે.

(૭) કોચની અંદર મોબાઇલ ચાર્જર પોઇન્ટ અને હોલ્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે.

(૮) કોચની અંદર એલઇડી લાઇટની પણ વ્યવસ્થા કરાશે.

(૯) સુરક્ષાની દૃષ્ટિએ કોચની અંદર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

 

You might also like