હવે રિક્ષાચાલકોને પણ કર્મચારી રાજ્ય વીમા યોજનાનો લાભ મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એવી કંપનીઅોના કર્મચારીઅોને પણ વીમા યોજનાનો લાભ અાપવાની તૈયારીમાં છે, જે કંપનીમાં ૧૦થી પણ અોછા કર્મચારીઅો કામ કરી રહ્યા હોય. વર્તમાન નિયમ અનુસાર કર્મચારી રાજ્ય વીમા યોજના (ઈએસઅાઈસી)ની સુવિધા એવી સંસ્થાઅોમાં અમલી છે  જ્યાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઅો કામ કરી રહ્યા હોય. હવે સરકારનો હેતુ અા યોજનાનો વિસ્તાર કરીને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. 

દત્તાત્રેયે વધુમાં જણાવ્યું હતું કે કર્મચારી રાજ્ય વીમા યોજનાનો લાભ એપ્રિલ ૨૦૧૬થી બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને પણ મળશે, એટલું જ નહીં શ્રમ મંત્રાલય રિક્ષા, અોટોરિક્ષા અને કારચાલકો જેવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ કર્મચારી રાજ્ય વીમા યોજનાનો લાભ અાપવા માટે ૩૦ નવેમ્બર સુધીમાં તેમને અા યોજના સાથે જોડશે. જોકે શરૂઅાતમાં અા યોજના શહેરી અને મેટ્રોપોલિટન વિસ્તારો સુધી જ સીમિત રહેશે. 

ઇએસઅાઈસી સ્કીમ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રમપ્રધાન બંડારુ દત્તાત્રેયે જણાવ્યું હતું કે અત્યારે ઇએસઅાઈસીનો લાભ એવી સંસ્થાના કર્મચારીઅોને મળે છે, જ્યાં ૧૦થી વધુ લોકો નોકરી કરતા હોય, પરંતુ અમે અા યોજનાનો વિસ્તાર કરવા જઈ રહ્યા છીઅે કે જેથી મહત્તમ લોકોને તેનો લાભ મળે. તેમણે જણાવ્યું હતું કે અા માટે અમે એક તંત્ર ગોઠવીશું. અમે અા અંગે સંબંધિત તમામ સાથે પરામર્શ કરીને એક સમિ‌િતની રચના કરી છે.

દત્તાત્રેયે જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના લોકોને ઇએસઅાઈસીનો લાભ અાપવા માટે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ૩૦ નવેમ્બરથી અા યોજના હૈદરાબાદ અને દિલ્હીમાં શરૂ કરવામાં અાવશે. ત્યારબાદ ડિસેમ્બર સુધીમાં પૂર્વોત્તરના ત્રણ રાજ્ય મિઝોરમ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં પણ અા યોજનાનો અમલ કરવામાં અાવશે અને તેની સાથે અાંદામાન નિકોબારમાં પણ અા યોજના અમલી બનાવવામાં અાવશે.

You might also like