હવે ટ્વિટરથી શોધો નોકરી

લંડનઃ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર હવે માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહી નથી. આ સાઇટ હવે લોકોને નોકરી શોધવામાં પણ મદદ કરી રહી છે.

તાજેતરમાં ટ્વિટર દ્વારા કરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૭૭ ટકા બ્રિટિશ ટ્વિટર યુઝર્સને લાગે છે કે ટ્વિટર દ્વારા તેમને નોકરી શોધવામાં મદદ મળી શકે છે.

ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ ‌ટ્વિટર ખૂબ જ જલદી બ્રિટનમાં જોબ ફેરનું આયોજન કરવાની છે. આ માટે ગ્લેકસો સ્મિથ કલાઇવનું ડેેલોઇટ અને નેસ્લે જેવી કંપનીઓ સાથે કામ પણ કરી રહી છે. એટલું જ નહીં ટ્વિટરે આ માટે હેશટેગ સાથે યુઝર જોબ પણ શરૂ કરી છે. ટ્વિટરની આ યોજનાથી તે પ્રોફેશનલ નેટવર્કિંગ માટે ચર્ચિત સાઇટ લિંકડ ઇનને ટક્કર આપી શકે છે.

You might also like