હવે જિન્સ બનશે તમારું ટચપેડ અને જેકેટ બનશે જોયસ્ટિક  

ટેક્નોલોજી જાયન્ટ કંપની ગૂગલ હવે વસ્ત્રો અને ખાસ કરીને જીન્સ બનાવવા માટે જાણીતી કંપની લિવાઈસ સાથે મળીને સ્માર વસ્ત્રો બનાવશે. અા માટે ગૂગલે જેકવાર્ડ યાર્ન તરીકે ઓળખાતા એવા સ્માર્ટ દોરા વિકસ્વાયા છે જેને કોઈ પણ કપડાંની સાથે સિલાઈમાં વણી લઈ શકાય છે. અા દોરા બટન જેવડા એક નાનકડા કમ્પ્યૂટર સાથે જોડાયેલા રહે છે અને એ અાપણા સ્માર્ટફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે કનેક્ટેડ રહે છે. અાથી જીન્સ પેન્ટ બનાવવામાં અા દોરાનો ઉપયોગ કર્યો હોય તો પેન્ટનો ત્યાર પછી ટચપેડ તરીકે ઉપયોગ કરી શકાય છે.

You might also like