હવે છ વર્ષના રિફંડ માટે પણ ક્લેમ કરી શકાશે

નવી દિલ્હીઃ જેઓ પાછલાં છ વર્ષનાં ઇન્કમટેક્સ રિફંડ ક્લેમ કરી શક્યા ના હોય તેઓ માટે આ રાહતના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર અંતર્ગત હવે આવા લોકો પણ રિફંડ મેળવવા ક્લેમ કરી શકશે. આ અગાઉ રિફંડ ક્લેમની મુદત બે વર્ષની હતી.

કરદાતા કેટલાક સંજોગોમાં ટેક્સની ચુકવણી વધુ કરી દેતા હોય છે. ટેક્સ પ્રેક્ટિશનર્સના કહેવા પ્રમાણે રિટર્ન દાખલ કરતાં સમયે કે પછી બેન્ક દ્વારા ટીડીએસ કાપતા સમયે આવું વધારે જોવા મળે છે.

અત્યાર સુધી એવી જોગવાઇ હતી કે કરદાતા બે વર્ષની અંદર વધુ કરની ચુકવણી કરી હોય તો તેના રિફંડ માટે આવેદન કરી શકે છે, પરંતુ સીબીડીટીએ આ જોગવાઇમાં ફેરફાર કરી પાછલાં છ વર્ષનો પણ રિફંડ ક્લેમ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

You might also like