હવે ગૂગલ બતાવશે તમારો ખોવાયેલો ફોન ક્યાં છે?

દિલ્હી: જો તમારો સ્માર્ટફોન થોડીવાર માટે પણ થોડો દૂર થઇ જાય તો અફરાતફરી જોવા મળે છે. ગૂગલે આ સમસ્યાનો ઉકેલ લાવતા એક એવી તકનીકની શોધ કરી છે જે તમારો ગુમ થયેલ સ્માર્ટફોન અંગે જાણકારી આપશે. આ ટેકનીકનો ઉપયોગ ઘણો આસાન છે. કોઇપણ એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તા ડેસ્કટોપ પર ગૂગલ સર્ચનો ઉપયોગ કરી આ કામ કરી શકે છે.ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે વપરાશકર્તા ગૂગલ સર્ચ બારમાં ‘Find my phone’  ટાઇપ કરવું પડશે અને તમારો સ્માર્ટફોન ગૂગલ મેપ પર ટ્રેક થઇ જશે અને ફોનનું લોકેશન તમને બતાવશે. ડેસ્કટોપ પર ગૂગલ સર્ચમાં ‘Find my phon’ કરતા પહેલા તમારે ખાતરી કરો કે તમે સ્માર્ટફોનમાં જે આઇડી રજીસ્ટર્ડ કર્યો હોય તે જ આઇડી થી ડેસ્કટોપના ગૂગલ આઇડીથી લોગઇન કરો. મતલબ, કે તમે ડેસ્કટોપ અને સ્માર્ટફોન બંને પર એક જ જીમેઇલ એકાઉન્ટ ખુલ્લુ હોવું જોઇએ.એટલું જ નહીં ગૂગલ સર્ચમાં જઇને ‘Find my phone’ ટાઇપ કરી લોકેશન સાથે સાથે ફોન પર રિંગ પણ કરી શકશો. જો તમે રિંગ બટન પર ક્લિક કરશો તો ગૂગલ તમારા સ્માર્ટફોન પર સતત પાંચ મિનિટ સુધી રિંગ વગાડશે. આમ તમે તમારો સ્માર્ટફોન સરળતાથી શોધી શકશો. ગૂગલની આ સેવાનો ઉપયોગ કરતાં પહેલા એ ખાતરી કરી લ્યો કે તમારા સ્માર્ટફોનમાં GPS એક્ટિવ છે. ગૂગલની આ સર્વિસ ત્યારે જ કામ કરશે જ્યારે તમારા સ્માર્ટફોનમાં GPS સિસ્ટમ કાર્યરત હશે. એટલું જ નહી સ્માર્ટફોન ચોરી થયા બાદ વપરાશકર્તા આ ફીચર દ્વારા તેને લોક કરી તેમાંથી ડાટા નષ્ટ કરી શકશે.

You might also like